ઓછા ભાવે હાડવેરના માલની લાલચ અપાઈ હતી
અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા એક વેપારીને અમદાવાદના આરોપીએ પોતાની પેઢીની ખોટી ઓળખ આપી ઓછા ભાવે ફર્નિચર હાર્ડવેરની લાલચ આપી હાર્ડવેરના માલના ઓર્ડરના જુદા જુદા બે પેમેન્ટ યુ.પી. આઇ.આઇ.ડી. તથા યુનિયન બેંક અકાઉન્ટ માં છઝૠજ દ્વારા રૂપિયા 1,00,000 મેળવી લઈ અમરેલીના વેપારી સાથે કુલ રૂપિયા 1,18,100/- નું ઓનલાઇન ફ્રોડ કરી અને બદદાનતથી ઇરાદાપુર્વક અમરેલીના વેપારીને લલચાવી છેતરપીંડી કરી નાણાં ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં મો.નં. તથા ઞઙઈં તથા યુનિયન બેંક અકાઉન્ટ ના ધારકે પોતાની અંકુર ટ્રેડર્સ ફર્નિચર હાર્ડવેર પેઢી ચીલોડા-અમદાવાદ વાળાએ પોતાની પેઢીની ખોટી ઓળખ આપી ઓછા ભાવે ફર્નિચર હાર્ડવેરની લાલચ આપી ગત તા.4 ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યા દરમ્યાન અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ પુષ્કરધામ-2, ‘શિવાલય’ પ્લોટ નં.20 માં રહેતા વર્ષિલભાઇ રજનીભાઇ બુંધેલીયા નામના 27 વર્ષીય વેપારી પાસેથી હાર્ડવેરના માલના ઓર્ડરના જુદા જુદા બે પેમેન્ટ યુ.પી.આઇ. આઇ.ડી. માં રૂપિયા 18,100 તથા યુનિયન બેંક અકાઉન્ટ છઈંઢઅ ઝઊડઝઈંકઊ ઋઅઇ માં છઝૠજ દ્વારા રૂપિયા 1,00,000 મેળવી લઈ અમરેલીના વેપારી સાથે કુલ રૂપિયા 1,18,100/- નું ઓનલાઇન ફ્રોડ કરી અને બદદાનતથી ઇરાદાપુર્વક અમરેલીના વેપારીને લલચાવી છેતરપીંડી કરી નાણાં ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
