રાજુલા પંથકમાં સાઇબર ફ્રોડ કરનારને પોલીસે બિહારથી પકડી પાડયો

સાઇબર ઠગે રૂા.3.19 લાખનો ફ્રોડ કરેલો
રાજુલા પંથકમાં રહેતા એક ફરિયાદીનો મોબાઇલ ફોન કોઇ અજાણ્યા માણસે હેક કરેલ અને બાદ તેમના બેંક એકાઉન્ટમાથી તેમની જાણ બહાર ફોનને હેક કરી અને અલગ અલગ કુલ-5 બેંક ખાતામાં કટકે કટકે અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.3,19,000 ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ હતો. ફરીયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા ફરીયાદીએ સાયબર ફ્રોડ હેલ્પ લાઇન 1930 ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા કલમ 318(2),54 તથા આઇ.ટી.એકટ ક.66(સી) મુજબનો ગુન્હો રજી થયેલ હતો.
રાજુલા પોલિસ ઇન્સ. વી.એમ. કોલાદરાએ ગુન્હાની ગંભીરતાથી લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ અને અલગ અલગ દિશામાં તપાસ કરવા સુચન કરેલ અને રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુન્હામા ટેકનીકલ એનાલીસીસ આધારે કુલ-5 બેંક ખાતામા રૂપીયાના ટ્રાન્જકેશન થયેલ હોય અને જે રૂપીયા રોકડમા ઉપાડવામા આવેલ બાદ વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપી રવિકુમાર રાજેશકુમાને બીહારના પટના શહેર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ