નાના મુંજીયાસરમાંથી એક સાથે 18 જુગારીઓને ઝડપી પાડતી બગસરા પોલીસ

બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ગોલવેલકરની રાહબરી હેઠળ બગસરા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કોન્સ. અજયભાઇ નરહરભાઇ લાંગાવદરોને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે, બગસરા પો.સ્ટે.ના નાના મુંજીયાસર ગામે નાના મુંજીયાસરથી રફાળા જવાના રસ્તે આવેલ મનસુખભાઈ ક્યાડાની વાડીએ દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના વડે ’તીનપતી’ નામનો હારજીતનો જુગાર રમી રહેલા 18 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ રેઇડ દરમ્યાન સ્થળ પરથી રોકડ રકમ રૂ. 1,05,050/-, ગંજીપત્તાના પાના નંગ 104, કુલ 18 નંગ મોબાઇલ જેની કિંમત રૂ. 1,95,000/- તથા જુદા જુદા 11 નંગ વાહનો જેની કિંમત રૂ. 3,55,000/- મળી કુલ રૂ. 6,55,050/- નો જુગાર લગત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં પકડાયેલા 18 આરોપીઓમાં જીતુભાઇ વલ્લભભાઈ ક્યાડા, અશ્વીનભાઇ ફુલાભાઈ સતાસીયા, રજનીશભાઈ મનસુખભાઈ ક્યાડા, ભરતભાઇ જીવરાજભાઇ સતાસીયા, સુભાષભાઈ રતીભાઈ ક્યાડા, વિપુલભાઇ જેન્તીભાઈ ક્યાડા, ધર્મેદ્રભાઇ જનકભાઇ ઠાકર, મથુરભાઇ વિરજીભાઈ સતાસીયા, અરવીંદભાઇ વિઠ્ઠલભાઇ રામાણી, અમીતભાઇ શૈલેશભાઇ ગોંડલીયા, દલસુખભાઇ નાનજીભાઇ સતાસીયા, રાજેશભાઇ વીઠ્ઠલભાઇ ક્યાડા, અનીલભાઇ રવજીભાઇ ટીંબડીયા, રાજેશભાઇ રવજીભાઇ ક્યાડા, અશોકભાઇ મનસુખભાઈ ક્યાડા, હરસુખભાઇ દેવશીભાઇ વઘાસીયા, ભુપતભાઇ રણછોડભાઈ ક્યાડા અને વિનુભાઇ રવજીભાઇ માંગરોળીયાનો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો સામે બગસરા પોલીસ સ્ટેશન પાર્ટ બી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ