અમરેલી જિલ્લામાં છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના જુદા જુદા 3 બનાવો નોંધાયા

દામનગરના યુવક સાથે રૂા. 46588, મતિરાળાના પ્રૌઢ સાથે રૂા. 85000 અને લોઠપુરના યુવાન સાથે રૂા. 6.12 લાખની ઠગાઈ

અમરેલી જિલ્લામાં છેડતી, વિશ્વાસઘાત અને ઠગાઇ કહેવાના બનાવો સતત વધતા રહેતા હોય ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન આવી વધુ ત્રણ વિશ્વાસઘાત અને ઠગાઇ કહેવાના બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં આરોપી એન.એસ.ડી.એલ બેંક એકાઉન્ટ ધારક અથવા તો વાપરનારે મશતિિંશભબિંજ્ઞજ્ઞસક્ષજ્ઞૂશાહ.હશદયની વેબસાઇટમાં ઈંઙક ક્રીકેટ મેચની ટીકીટ બુક કરવાની ખોટી ઓળખ આપી તથા ખોટી હકિકત રજુ કરી ટીકીટ બુક કરવાના પેમેન્ટ મેળવવા માટે ગત તા.30/5/26 ના સવારના આશરે આઠેક વાગ્યા દરમ્યાન ક્યુ.આર.કોડ મારફતે દામનગર ગામે રહેતા સુર્યાંશુભાઇ પ્રિતેશભાઇ નારોલા, નામના 23 વર્ષીય યુવક ના ઙફુળિંમાંથી કુલ રૂપિયા 46,588 નું પેમેન્ટ કરાવી બદદાનતથી છેતરી ઠગાઇ કરી ગુન્હો કર્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં લાઠી તાલુકાના મતિરાળા ગામે રહેતા ચંદુભાઇ જીણાભાઇ બડુસ, નામના 58 વર્ષીય ખેડુતને ગત તા.1ના રોજ સાંજના 8 વાગ્યાથી તા.2ના રોજ રાત્રિના કલાક 9 વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઋફભયબજ્ઞજ્ઞસ એકાઉન્ટ અને મોબાઇલના વપરાશકર્તા ઈસમે ખેડૂતનો સંપર્ક કરી દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હોવાનું અને રકમ પરત આપી દેવાનું જણાવી ખેડૂતને વિશ્વાસમાં લઇ જુદા જુદા નામના ૠજ્ઞજ્ઞલહય ઙફુ ચછ કોડ મોકલી ખેડૂત તથા તેમના પત્નિના સંયુક્ત બેંક ખાતામાંથી કુલ-10 ઓનલાઇન વ્યવહારો મારફતે રૂપિયા 85,000 મેળવી લઈ ખેડૂત સાથે છેતરપિંડી કરી ગુન્હો કર્યાની ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતાં મનુભાઈ પુનાભાઈ ભીલ નામના 36 વર્ષીય યુવક પાસેથી બિહારમાં રહેતા કુમુદ કુમાર ચૌધરી નામના આરોપીએ ગત તા.5/5 થી તા.21/8 દરમ્યાન કુલ રૂપિયા 2,79,000ળ લઇ યુવકને રૂપિયા 1,18,000 પરત આપેલ હતા. અને બાકીના રૂપિયા 1,61,000 પરત નહિ આપી તથા યુવકના મિત્રોને પણ વિશ્વાસમાં લઇ અને યુવકના મિત્રોને છેલ્લા ત્રણેક મહિના દરમ્યાનના કરીયાણા સામાન, શાકભાજી તથા મકાનના ભાડુ, લેબર મેનેજમેંટ જે આરોપી દ્રારા પૈસા આપી દેવાની જવાબદારી હોય અને તે યુવકના કહેવાથી યુવકના મિત્રોના રૂપિયા 4,51,000 ની તથા યુવક સાથે રૂપિયા 1,61,000 મળી કુલ રૂપિયા 6,12,000 ની ઠગાઈ કરી ગુન્હો કર્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ