દીવડાનું વેચાણ શરૂ કરાયું
આવો આ દીપાવલીએ મનોદિવ્યાંગ તાલીમાર્થી પાસેથી દિવડા ખરીદી પ્રોત્સાહિત કરીએ.બોટાદની કોઇપણ સોસાયટી, વિસ્તાર, મહોલ્લા કે ઓફિસમાં આસ્થા સ્નેહનું ઘર સંસ્થાને દિવડા સ્ટોર માટે બોલાવી શકો છો
મનો દિવ્યાંગ બાળકોને સહાય નહીં પરંતુ સ્નેહ અને સહાનુભૂતિની જરૂર છે. મનો દિવ્યાંગ સમાજ પાસે ભીખ નહી પરંતુ સ્વમાન સાથે કામ આપવાના હેતુથી મનોદિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલ રંગબેરંગી કલાત્મક દિવડા, ટોટલીયા, તોરણ, ઝુમ્મર વિગેરે સુશોભન માટેની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. .આ વર્ષે આસ્થા સ્નેહનું ઘર બોટાદના મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ માટીના સ્વદેશી કોડિયામાં રંગબેરંગી ડિઝાઇન અને મીણ સાથેના દીવડાઓ તૈયાર કરેલ છે. જેની વેચાણ આસ્થા સ્નેહનું ઘર, યોગીનગર, હસમુખ ફર્નિચર પાછળ, પાળિયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવી રહ્યું છે. તે માટે નગરજનોને મુલાકાત લેવા અપીલ કરાઈ છે. જ્યાં અનેક લોકો ખરીદી કરી બાળકોની શક્તિને બિરદાવી રહ્યા છે.
આ ઉપરાંત મનોદિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલ આ સ્વદેશી પ્રાકૃતિક દીવડાઓ સહિતની વસ્તુઓના વેચાણ માટે તમારા વિસ્તાર,મહોલ્લા, શેરી, સોસાયટી કે ઓફિસમાં પ્રદર્શન કમ વેચાણ સ્ટોર આપના જણાવ્યા મુજબ આસ્થા સંસ્થા દ્વારા ગોઠવવામાં આવશે. તો તે માટે આસ્થા સ્નેહનું ઘર બોટાદનો મો. 9429642245 માં સમ્પર્ક કરવાં સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.
