ભાવનગરના અક્ષરવાડીમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો

અયોધ્યાધામમાં જયારે ભગવાન શ્રી રામલલા નિજ મંદિર બિરાજવાના હોય અને તે મંદિરમાં ભગવાન શ્રી રામ પ્રભુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભવ્યાતીભવ્ય ઉજવવવામાં આવતી હોય ત્યારે શહેરના દરેક મંદિર પર પણ આ ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાશે. ત્યારે ભાવનગર શહેરના અક્ષરવાડી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ તા. 22 ના રોજ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
હરિભક્તો પોતપોતાનાના ઘરે અને કામના સ્થળે રોશની,વિશિષ્ટ પૂજન, તોરણ, રંગોળી વગેરે કરશે. ઉપરાંત અક્ષરવાડી ખાતે સોમવારે સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી મોટા હયમ સ્ક્રિન પર પ્રતિષ્ઠા વિધિનું લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવશે અને પૂજન વિધિ સાથે વિશિષ્ટ આરતીનો પણ લાભ પ્રાપ્ત થશે અને પ્રભુ શ્રી રામને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ વિશિષ્ટ કાર્યક્રમમાં શહેરના ભાવિકભક્તો પણ પધારશે. સમગ્ર ઉત્સવ દીપી ઉઠે તે રીતે પુરા અક્ષરવાડી પરિસરને દૈદીપ્યમાન રોશનીની સજાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ