ભાવનગર નજીક ફેક્ટરીમાં બોઇલર ફાટતા બે શ્રમિકોના મોત

એક ગંભીર રીતે દાઝી ગયો

ભાવનગર નાં સિહોર નજીક આવેલ ફેકટરી માં બોઇલર ફાટતા બે શ્રમિકો ના મોત નિપજયા છે .જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલ વેગા એલાઇન્સ નામની ફેક્ટરી માં બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં 2 શ્રમિકો ના મોત નિપજયા હતા. ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ભાવનગર ની સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .જેમાં 2 શ્રમિકો ના સારવાર દરમ્યાન મોત નીપજયાં છે. આ બનાવમાં મૃત્યુ પામેલ શ્રમિકોમાં
લાલ બહાદુર તિવારી અને હરેન્દ્ર વિકી મનજી નામના મૂળ બિહાર ના શ્રમિકો નો સમાવેશ થાય છે.
જ્યારે પ્રહલાદ પ્રસાદ નામ નાં એક શ્રમિક સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે . આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ