ભાવનગર ખાતે આવેલી CSMCRI નો 71મો સ્થાપના દિવસ ઉજવાયો

ભાવનગર ખાતે આવેલીCSIR ની ઘટક પ્રયોગશાળા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR ) નો 71મો સ્થાપના આજરોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં CSIR સમાજ અને ઉદ્યોગોને સેવા આપવાના તેના પ્રયાસો સાથે મીઠું અને દરિયાઈ રસાયણો, પાણી ડિસેલિનેશન અને શુદ્ધિકરણ, ઉત્પ્રેરક, સીવીડની ખેતી જેવા મૂળભૂત અને લાગુ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં તેના સંશોધન માટે જાણીતું છે.આખા દિવસના આ કાર્યમાં, સ્વાતંત્ર્યના સુવર્ણકાળની સ્મૃતિમાં સવારે, ભાવનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંસ્થામાં વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે મુખ્ય મહેમાન પદ્મ પ્રો.જે.એમ. વ્યાસ, વાઇસ ચાન્સેલર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ડાયરેક્ટર જનરલ, ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ દ્વારા સ્થાપના દિવસનું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.
ફાઉન્ડેશન સમારોહ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર ડો.કન્નન શ્રીનિવાસને ઈજખઈછઈંને વિશ્વની અગ્રણી સંસ્થા બનાવવા હાકલ કરી હતી. આ દરમિયાન સંસ્થાનું વિડિયો સ્ક્રીનીંગ અને ગુજરાતી ટેક્નોલોજી કલેક્શન અને ડો.સંધ્યા મિશ્રા અને ડો. કે.બી.પાંડે લિખિત માઇક્રોએલ્ગી સ્પિરુલીના પરના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંકલન ડો.વિશ્વજીત ગાંગુલી દ્વારા કરવામાં આવ્યું હતું, સંચાલન ડો. પારુલ સાહુએ કર્યું હતું અને આભારવિધિ વહીવટી નિયંત્રક સુભાષ ચંદ્ર અંતિલ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ