ભાવનગરના ગુંદી ગામે ગુલાબસિંહ ગોહિલની પુણ્યતિથિએ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે મૂળ ગુંદી ગામના રહેવાસી અને ભાવનગર શહેરમાં વસવાટ કરતા ગોહિલ પરિવારના સ્વ. ગુલાબસિંહ અખુભા ગોહિલ ની 40મી પુણ્યતિથિ નિમિતે ગુંદી ગામ તેમજ આજુબાજુ ના ગામો જેમ કે કુડા-કોળીયાક અને મલેકવદાર – હોઈદડ સહિતના ગ્રામજનો ની આરોગ્ય જાળવણી અર્થે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત સર્વરોગ નિદાન કેમ્પ તા. 23-6-2024 ને રવિવારે સવારે 9:00 થી 1:00 દરમિયાન ગુંદી મુકામે સ્વ. ગુલાબસિંહ અખુભા ગોહિલ સ્મૃતિ વિશ્રામ વન ખાતે રાખવામાં આવેલ છે.સમગ્ર નિદાન કેમ્પ ની સંપૂર્ણ માહિતી માટે કૃષ્ણકુમારસિંહજી ગોહિલ – 8238184848 નો સંપર્ક કરવાથી તમામ માહિતી મળી શકશે. ભાવનગર શહેર ખાતેની પ્રખ્યાત કોર્પોરેટ હોસ્પિટલ સૌલ હોસ્પિટલ ના મેડીકલ ટીમના ડોકટરો ઉપસ્થિત રહેશે. તેમજ સ્વ. ગુલાબસિંહજી ગોહિલની પૌત્રીઓ ડો. આરાધનાબા ગોહેલ(બાળકોના સ્પેશ્યાલીસ્ટ) તેમજ ડો. નીધીબા ગોહિલ (આયુર્વેદિક ડોક્ટર) પણ સેવા આપશે.હેલ્થ ચેકઅપ કેમ્પ નું ઉદ્ઘાટન આ વિસ્તારના રાજકીય – સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિ અને માતૃશ્રી ગ.સ્વ. નંદકુંવરબા ગોહિલ ના વરદ હસ્તે કરવામાં આવશે. સમગ્ર ચેકઅપ કેમ્પ નું આયોજન કૃષ્ણકુમ ારસિંહ ગોહિલ પ્રીયારાજસિંહ ગોહિલ અને દ ીવ્યજીતસિંહ સરવૈયા કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ