બોટાદ: તા.4
બોટાદના પાળીયાદના કુંભારા ગામે વચ્છરાજ હોટલ નજીક થી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી બોટાદ એલ.સી.બી. ટીમ તથા પાળીયાદ પોલીસે પકડી પાડયો હતો. એલ.સી.બી. ના ઇ/ચા પો.ઇન્સ. ટી.એસ.રીઝવીને ચોક્કસ રાહે બાતમી મળેલ કે પાળીયાદથી આગળ કુંભારા ગામે આવેલ વચ્છરાજ હોટલ ની પાસે એક મહારાષ્ટ્ર પાસીંગની ટાટા વાહન નંબર 6001 ના છે. જેમાંથી એસન્ટ ગાડીમાં ૠઉં-03અઇ 7565 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી થાય છે અને તાત્કાલીક રેડ કરવામાં ન આવે તો ગાડી જતી રહે તેમ છે.
જેથી તુરંત જ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. એન.સી.સગર નાઓને જાણ કરતા હેડ કોન્સ. રમેશભાઈ કુવરાભાઈ જોગરાજીયા તથા પો.કોન્સ. ચેતનભાઈ જયસુખભાઈ મંડીર તતા બુધેશભાઈ રાઘવભાઈ જોગવા નાઓ સાથે વચ્છરાજ હોટલે પહોંચતા તે દરમ્યાન એલ.સી.બી.ના ઈ/ચા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. સ્ટાફ સાથે ત્યાં પહોંચી જતા સંયુકત રીતે રેડ કરતા આરીફભાઈ સ/ઓ અલીભાઈ રસુલભાઈ શેખ (ઉ.વ.24) (રહે. હુબલીધારા વડ વિધાનનગર) મહમદ આરીફ સ/ઓ બાદશાહ નદીમબેગ મીરઝા (ઉ.વ.30) (રહે. હુબલીધારા વડ વિધાનગર) શિવરાજસિંહ સ/ઓ દીલીપસિંહ બચુભાઈ ગોહીલ (ઉ.વ.26) (રહે. પાળીયાદનાઓને જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-3168 કિં.રૂા.9,79,800/- તથા બીયરના ટીન નંગ-2304 કિ.રૂ.2,30,400 તથા મોબાઇલ નંગ-3 કી.રૂ.8500/- તથા ટાટા અલ્ટ્રા -1412 રજી નં. ખઇં-13ઈઞ 6001 કી.રૂ.10,00,000/- તથા એસન્ટ ગાડી રજી. નં.ૠઉં-અઇ 7565 કી.રૂ.100,000/- મળી કુલ કિ.રૂ.23,18,700/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જે આરોપીઓની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કમલભાઇ મો.નં. 8690609414 વાળા નાઓએ મોકલેલ હોવાનુ જણાવતા ચારેય આરોપીઓ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એન.સી.સગર નાઓએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે અને આ ગુન્હાની તપાસ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી નાઓ ચલાવી રહેલ છે.
