ભાવનગર તા.15
ભાવનગર ના તળાજાના દલિત વાસ અને ભરવાડ શેરીમાં રહેતા બે યુવાનો પર શહેર ની ભાગોળે આવેલ મહુવા ચોકડી પર સાત ઈસમોએ તીક્ષ્ણ અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. મકરસંક્રાંતિ ની સાંજ લોહિયાળ બની હતી. દલિત યુવક ને મહુવા કોર્ટમાં ચાલતા એટરોસિટી ના કેસ બાબતે બોલાવવામાં આવેલ.સમાધાન ન થતા હુમલો કરવામાં આવેલ હતો. પોલીસે એટરોસિટી, હત્યાનીંકોશિષ સહિત ની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ એસ.ટી એસ.સી એલ પોલીસ ને સોંપી છે. તળાજા ની મહુવા ચોકડી પર મકરસંક્રાંતિ ની સાંજ પોલીસ નો લગરીકેય ડર ન હોય તેમ બે યુવકો ના લોહી થી રક્તરંજીત બની. શહેરના દલિત વાસ માં રહેતા કિશોર મીઠાભાઈ રાઠોડ ઉવ 30 એ નોંધાવેલ ફરિયાદ માં પોતે પોતાના મિત્ર સંજય ભુપતભાઇ ચુડાસમા ઉવ 29 રે ભરવાડ શેરી,તળાજા સાથે મહુવા ચોકડી એ ગયા હતા.
પૃથ્વીસિંહ ભરતસિંહ સરવૈયા એ હાલ મહુવા કોર્ટમાં મારામારી અને એટરોસિટી નો ત્રણ વર્ષ જુનો કેસ ચાલતો હોય તેના સમાધાન માટે બોલાવેલ હતા. સમાધાન ની ના પાડવામાં આવતા પૃથ્વીસિંહ ભરતસિંહ સરવૈયા, હરપાલસિંહ ભરતસિંહ સરવૈયા, અપો સરવૈયા અને અન્ય ચાર સાગરીતો રે જૂની કામરોલ. મળી સાત શખ્સો બોથડ અને તલવાર સાથે હુમલો કરેલ હતો. જેમાં કિશોર પોતાનો જીવ બચાવવા નજીક ના પેટ્રોલપંપ માં દોડી ગયો હતો. દેકારો થતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા. વધુ ઇજાઓથી બચાવ્યા હતા.
ફાયરીંગની અફવાનું ખંડન કરતી પોલીસ
તળાજા વાસીઓ પતંગ ચગાવી અગાસી પરથી નીચે ઉતર્યા ત્યાંજ તળાજામાં બાબલ થઇ છે. ફાયરીંગ થયું છે તેવી વાતો સટાસટ મોઇબાલના માધ્યમથી ફેલાવા લાગી હતી. પોલીસ સમક્ષ આવેલી પ્રાથમિક વિગતો અને ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે ફાયરીંગ નથી થયું તેવો દાવો કર્યો હતો.
