તળાજા વેપારીપાસે ખંડણી માગનાર બે નકાબ:પોલીસ

ભાવનગર તા.31
ભાવનગર જિલ્લાના તળાજા ની એસ.બી.આઈ બેંક સામેજ આવેલ અનાજ કઠોળ ના વેપારી ને ત્રીસ હજાર રૂપિયા આપ ના ધમકી ભર્યા સ્વરે કહી ફાયરિંગ કરી મારી નાખવામાં આવશે કહી બાઈક પર નીકળી જનાર બન્ને ઈસમો ને ઓળખી લીધા હોવાનો અને સ્થાનિક જ હોવાનો દાવો પોલીસ અધિકારી એ કર્યો છે.તો આ ઘટનાના વેપારીઓ માં પણ ઘેરા પડઘા પડ્યા છે. વેપારીઓ શાંતિ થી વ્યવસાય કરીશકે તે માટે આ ઘટનાથીજ સંગઠિત થઈ પોલીસ સખત હાથે કામ લે તેવો પરામર્શ વેપારીઓ માં આજે જોવા મળેલ હતો.
તળાજા ના ગાયત્રીમંદિર વિસ્તારમાં રહેતા અને એસ.બી.આઈ બેંક સામે અનાજ કઠોળ નો વેપાર કરતા વિઠલભાઈ જુંજાભાઈ સોલંકી અને તેનો દીકરો પ્રયાગ બુધવારે સાંજ ના પાંચેક વાગ્યે પોતાની દુકાન મહાલક્ષ્મી કિરાના પર બેઠા હતા.આ સમયે બાઈક પર આવેલ બે યૂવાનો એ ત્રીસ હજાર ની શૈલશ ધાંધલીયા ના નામે ખંડણી માગેલ હતી.નહિતર ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ વેપારી એ જાગૃતતા,નીડરતા દાખવી હતી.સમાજ અને વેપારી સંગઠન ના આગેવાન ભરતભાઈ ઠંઠ ને સાથે રાખી પોલીસ ફરીયાદ કરી હતી.
જેને લઈ પો.ઇ ગમારા, પો.સ.ઇ જે.કે.મૂળિયા સહિતના એ સીસીટીવી કેમેરા ફૂટેજ,બાતમી દારો ને કામે લગાવી સરા જાહેર ખંડણી માગનાર ને લોકઅપ ના સળિયા પાછળ ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આજે પો.ઇ ગમારા એ જણાવ્યું હતુંકે આરોપીઓ ઓળખાઈ ગયા છે.કુલ ત્રણ આરોપી હોઈ શકે છે.અન્ય કોઈ નો રોલ હશે તો તે દિશામાં પણ તપાસ થશે.આરોપી ઓ સ્થાનિક યુવકો જ હોવાની વાત કરી હતી.બીજી તરફ આ ઘટનાના તળાજા ના વેપારીઓ માં પણ ઘેરા પડઘા પડ્યા છે.લૂખા તત્વો પર પોલીસ ની ધાક બેસે તે માટે પોલીસ સખત કાર્યવાહી કરે તે માટે વેપારી સંગઠન માં પરામર્શ થયેલ.ભરતભાઈ ઠંઠ એ જણાવ્યું હતુંકે આ ઘટના માં આવેદનપત્ર થી લઈ જે કંઈ કરવું પડે તે માટે વેપારી ત્યાર હોવાના આજે સતત પોતાના ફોન રણકી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ