ડેડાણ તા.13
ડેડાણમાં ગઈકાલે ધોળા દિવસે બે લાખ ઉપરની ચોરી થતા ફફડાટ ફેલાયો છે. ડેડાણમાં સાંકડી શેરી અલ્પેશ રવજીભાઈ પ્રજાપતિના રહેણાંક મકાનમાં બપોરના સમયમાં કોઈ વ્યકિત દરવાજાનું તાળા ખોલીને
અંદર પ્રવેશી કબાટ સાથે રોકડ રૂા.22000 પર લેતા ગયા છે.
આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ તુવેર તથા સ્ટાફ સ્થળ આવી વિગત જાણી હતી. અલ્પેશભાઈથી પોલીસ જાણવા મળ્યું કે લગ્ન પ્રસંગે મીઠાપર ગયા ઘરે કોઈ હાજર ન હતા મને ચોરી કરવા વાળાને મોકળુ મેદાન મળતા આ ચોરી થઈ હોઈ તેવું લાગે છે.
હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં ચોરી બનાવ બનવા લાગ્યા હજુ ઉનાળા કાઢવો મુશ્કેલી લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ઉભો થયો છે.
રવજીભાઈ પાસે આજે જાણવા મળ્યું કે ઘરના સભ્યો બહાર ગામ ગયા હોય અને ઘરે ચોરી થઈ છે તેમાં અંદાજે બે લાખ રૂપિયાના દાગીના 22 હજાર ગયા છે આ અંગે ખાંભા પોલીસને જાણ કરી છે.
