ભાવનગરમાં બાળ-ભિક્ષુક મુક્ત અભિયાન

પિતાને શ્રદ્ધાંજલિ આપવા દીકરી પુજા પંડિત-જાનીની આગવી પહેલ

ભાવનગર શહેરના આતાભાઈ ચોક સહિત અનેક સ્થળોએ એક સમય ભીખ માંગતા બાળકોની ભીડ જોવા મળતી હતી. હવે પરિસ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પરિવર્તન પાછળ છે કલાકાર પુજા પંડિત-જાનીની માનવસેવા અને પોલીસના સહયોગથી ચાલતી અભિયાનની સફળતા છે.
ભાવનગરના જાણીતા આર્ટિસ્ટ પુજા પંડિત-જાની તેમના પિતા, શિક્ષક અને સમાજસુધારક અરવિંદ ખુશાલરાય પંડિતની સ્મૃતિમાં બાળ-ભિક્ષુકને શિક્ષણ સાથે જોડવા કાર્યરત છે. ઝૂંપડપટ્ટીના બાળકોને શાળામાં મોકલવા માટે રિક્ષા વ્યવસ્થા, યુનિફોર્મ, દફ્તર સહિતના જરૂરી સામાન સ્વખર્ચે પૂરાં કરી, ગધેડિયાફિલ્ડ, તિલકનગર, બાલહનુમાન વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવી અસરકારક પરિણામ મેળવ્યા છે.
આ અભિયાનમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ઙઈં આનંદ દેસાઈ અને લેડી કોન્સ્ટેબલ ચેતનાબેન જાનીે સતત સહકાર આપ્યો છે. પોલીસ વાન, માતાપિતાને સમજાવટ અને શિસ્ત જાળવવા તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે.પુજા પંડિત-જાનીના જણાવ્યા મુજબ ભિક્ષા માંગતા બાળકોને ‘ચાઇલ્ડ લેબર’ હેઠળ સામેલ કરવાથી ભિક્ષાવૃત્તિ, બાળચોરી અને ગુનાખોરીમાં ઘટાડો થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ