Jai Hind

બજેટ બેઠકમાં કોંગ્રેસમાં તિરાડ સામે આવી તળાજા નગરપાલિકાની બજેટ અંગે બેઠક મળી પણ માત્ર 10 મિનિટમાં થઈ સંપન્ન !


તળાજાનો કઈ રીતે વિકાસ થશે, રૂપિયા ક્યાંથી આવશે, ક્યાં વપરાશે તે મામલે તેની કોઈ ચર્ચા જ નહીં

ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકાની બોડી ને એક વર્ષ પૂર્ણથયું.ગત માર્ચ મહિનાના અંત મા બજેટ બેઠક સાથે હેતલબેન રાઠોડ એ પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું હતું.આજે બીજી બજેટ બેઠક યોજાઇ હતી.જે નવ નિયુક્ત ચિફ ઓફિસર દિલીપ હુણ ની અહીં પ્રથમ સામાન્ય સભાહતી.ભાજપ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. બજેટ બે મેથકમાં ક્યાં ક્યાં કામો આગામી સમયમાં વિકાસ ના થશે તેવા સવાલના જવાબમાં કોઈજ ચર્ચા વગરજ આગામી સમયમા લેવામાં આવશે તેવો જવાબ મળ્યોહતો.રૂપિયા ક્યાંથી આવશે,ક્યાં ખર્ચ થશે, પાલિકા ની સ્થિતિ કેવી છે તેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે તળાજા ના મતદારો એ જેટલા નગર સેવકો ને ચૂંટીને મોકલ્યા હતા તેમાંથી હાજર એકપણ સભ્ય એ પ્રશ્ન ન ઉઠાવી પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યોહતો.
આજની સામાન્ય સભા ખાસ બજેટ ને લઈ નેજ બોલવાઈ હતી.અન્ય કોઈજ મુદ્દાઓ લેવામાં આવ્યા ન હતા.અધ્યક્ષ પદેથી કોઈજ મુદ્દો રજૂ કરવામાં આવ્યો ન હતો.
ભાજપ ની પરંપરા છેકે જ્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે પાર્ટીના સભ્ય સાથે સંકલન કરવામાં આવેછે.પરંતુ આ વખતે કોંગ્રેસ સાથેપણ સંકલન થયું હોય તે રીતે વિપક્ષ નેતા ઇર્ષાદભાઈ દસાડીયા એ સર્વાનુમતે બજેટ પાસ ની મંજૂરી આપી દીધી હતી.જોકે ભાજપ સાથે સફળ સંકલન કરનાર કોંગ્રેસ માજ સંકલન નો અભાવ જોવા મળ્યોહતો.વોર્ડ-2 ના નગર સેવક ફિરોઝભાઈ દસાડીયા સામાન્ય સભાના નિયમ મુજબ મિનિટ્સ બુક લખાવવી જોઈએ તે લખાય છેકેકેમ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.તેના જવાબમા સત્તાવાર રીતે ના પાડવામાં આવતા મિનિટ્સ બુક લખવા અને નિભાવવાના કાયદાનો અહીં ઉલાળીયો જોવા મળ્યોહતો.તેમણે ઉમેર્યું હતુંકે અમે મજૂર માણસ છીએ. અમોએ વિરોધ નોધાવ્યો હોય છતાંય જેતે કામની રિકવરી આવીહોય તો અમારું તો આવીજ બનેને.વિપક્ષ નેતાએ સર્વાનુમતે બજેટ પાસ કરવાની સામે વિપક્ષના જ ફિરોઝભાઈ દસાડીયા એ મારી હા’ પણ નહીં અને ના’ પણ નહીં નું લખો.આમ તેઓએ નરો’વા- કુંજરો’વા ની નીતિ અપનાવી હતી.

સ્ટાફ નથી ના જવાબો મળે છે
વોર્ડ-2ના નગરસેવિકા સારીકાબેન ચૌહાણ એ રજુઆત કરી હતીકે અમો નગરસેવક તરીકે કામ માટે ફોન કરીએ છીએ ત્યારે માણસો નથી, સ્ટાફની અછત છે ના જવાબો મળે છે. તેઓ એ સફાઈ, ગટર, બાંધકામ, લાઈટ, વાહન સહિતના વિભાગમા માણસો ની ભરતી કરવામાં આવે જેથી લોકોના કામો સમયસર થાય.