ભાવનગર ની શિશુવિહાર અને સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની આરોગ્ય શિબીરો વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ બની રહી છે ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર તાલુકાની 77 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ આરોગ્ય શિબિર અંતર્ગત ધોરણ ચાર થી આઠમાં અભ્યાસ કરતા 2827 વિદ્યાર્થીઓની આંખ તપાસ તથા 2,355 વિદ્યાર્થીનીઓની હિમોગ્લોબિન તપાસનું કાર્ય પૂર્ણ થયું છે શિશુવિહારની આરોગ્ય ટીમ દ્વારા શિબિર ક્રમાંક 458 થી 502 દરમિયાન 6,404 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. જે નોંધનીય બને છે ગુજરાત અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ તમામ જરૂરિયાતમંદ બાળકોને નંબર અનુસાર ચશ્મા તેમજ સુમીટોમો તથા નિરમા લિમિટેડ દ્વારા 10 થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા વિદ્યાર્થીનીઓને આયર્ન ટેબ્લેટ આપવામાં આવી હતી ગરીબી વસાત કોઈ બાળક શિક્ષણ કે આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે તે દિશાના વર્ષ 2009 થી અવિરત પ્રયત્નો અને કુલ 1507 શિબિરો થકી 53,391 વિદ્યાર્થીઓની આ તપાસ થતા 37,457 બાળકોને જરૂરિયાત મુજબ નંબરના ચશ્મા આપ્યા છે તેમજ 17,304 વિદ્યાર્થીનીઓને લોહીમાં હિમોગ્લોબિન તપાસ અને 9708 વિદ્યાર્થીનીઓને જરૂરી સારવાર અને દવા આપી છે જે ભાવનગરની સેવા સંસ્થા માટે ગૌરવ રૂપ બને છે ડો. છાયાબેન રાણીંગા, ડો. અભિલાષાબેન સોનપાલ તેમજ શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિના સંચાલક અનિલભાઈ બોરીચાના સહયોગથી યોજાયેલ સેવાય યજ્ઞના સમાપને સુમિટોમો,નિરમા લિમિટેડના સી એસ આર હેડની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સરાહનીય રહી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તપાસ તેજ ભાવનગરમાં 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી વસવાટ કરતા તત્વો સામે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે.... -
મોસ્કો-રશિયામાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભાવનગરની કલાપથ સંસ્થા ગુંજવશે ગુજરાતનો સાંસ્કૃતિક લોક વારસો
વસુધૈવ કુટુંબકમની થીમ પર ભાતીગળ લોકસંસ્કૃતિને પ્રસ્તુત કરશે રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ... -
સાસુ-સસરાની હત્યા કરનાર પુત્રવધુએ અદાલતમાં કહ્યું મને છોડી મુકો, કોર્ટે કહ્યું: આ પહેલા વિચાર કરવો જોઇતો હતો
તળાજામાં હત્યાને અંજામ આપનાર પુત્રવધુના મોં પર લગીરેય શોક નહોતો હત્યાના ગુનામાં રાજકોટના મુસ્લિમ આરોપીઓ પોતાના...
