તળાજા પંથકમાં ઓણસાલ શેરડીનું બમ્પર વાવેતર થયું

રસની શેરડીની મોટી માંગ આ વખતે નીકળતા એકસામટા ખેડૂતો શેરડી તરફ વળ્યા

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા અનેક વિધ ખેત જણસનું વાવેતર થાયછે.રાજ્યમાં અહીં સૌથીવધુ ડુંગળી નું વાવેતર થાય છે તેમ અહીં શેરડી નું પણ નોંધપાત્ર વાવેતર થાય છે.અહીં ગોળ બનાવવા માટે કરતા ખાસ કરીને ઉનાળા સમયે પીવાતા શેરડીના રસ ને કારણે રસવાળી શેરડી વધુ ચોપાય છે.જે તૈયાર થતા દલાલો,વેપારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાંથીજ કાપી ને લઈ જાય છે.જોકે અમુક વખતે ખેડૂતો ને ખેડૂતો ને પડુખાલી કરાવવાના પણ સામા રૂપિયા દેવાપડે છે.
ખેડૂતો ના મંતવ્ય પ્રમાણે આ વખતે બમ્પર વાવેતર થયુંછે.છેલ્લા 20 વર્ષ દરમિયાન આટલુંમોટા પ્રમાણમાં વાવેતર જોવા મળ્યુંનથી. ક્યાં ક્યાં ગામોમાં સૌથીવધુ વાવેતર છે તેના જવાબમાં નવી-જૂની કામરોળ,નવા-જુના સાંગાણાં, નવી-જૂની છાપરી
કોદીયા, ઘાણાં,માખણીયા, રોયલ, હબુકવડ,બાબરીયાત ટીમાણાં, નેશિયા આમુખ્ય ગામોછે.રસ માટે પણ શેરડી ની સ્પેશિયલ જાતઆવેછે.અગાઉ 555 જાતનું ચોપાણ થતુહતું. તેમા સુકારો આવવા ના કારણે હવે ઔરંગાબાદ જાત વવાઈ છે.રસની કુદરતી મીઠાશ 555 મા વધુહોયછે.ત્યારબાદ ઔરંગાબાદ આવેછે.શેરડીમા પણ અલગ અલગ જાત આવે છે જે ગોળ, અને ખાંડ બનાવવા માટે હોયછે.સૌથીવધુ ભાવ રસ માટે નો મળેછે.
આ વખતે ગરમી વધુ પડવાના કારણે રાજયભરમા રસની શેરડીની માગ વધુ રહીછે.આવતા દિવસોમાં પણ ગરમી વધતી જ રહેવાની તેના કારણે શેરડીની માગ વધુરહશે જેનાકારણે ભાવ વધુ મળવા ની ખેડૂતોને આશા છે.
આ વખતે ગતવર્ષો કરતા બમણા રૂપિયા મળ્યા
નેશિયા ગામના ખેડૂત યુવરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતુ કે આમતો અમારો પરિવાર 50 વર્ષથી શેરડીની ખેતી કરેછે.પોતે વીસેકવર્ષ થી ખેતીકરેછે.આ વખતે બમ્પર વાવેતર નું કારણ છે ઓણસાલ ગતવર્ષો કરતા બમણા રૂપિયા મળ્યા.મગફળી મા જેમ મગફળી અને તેનું ચારોલું અલગ વેચાય છે એજરીતે શેરડી અને તેના આગળા અલગ અલગ વેચાયછે.બંને ના ભાવ સારા મળ્યા.એકવર્ષ નો પાક માનવામાં આવેછે.દવા,ખાતર,મજૂરી ખર્ચઓછો લાગે છે.ખેતરમા પાણી હોવું જોઈએ.દલાલો ખેતરે મજૂરો લાવેછે અને ગાડી ભરીને હિસાબ આપીદયે છે.જેથી ખેડૂતોને સરળતા રહેછે.
તળાજાના સરતાનપરના મજૂરો જ ચાલે
શેરડી એક એવી જણસછે.જેમાં દરેક ખેત મજૂરો ન ચાલે. શેરડી કાપવી,ભારોકરવો અને ગાડીમાં ચડાવી દેવી તેની ખાસ આવડત જોઈએ.આ આવડત અને ઝડપ તળાજા ના સરતાનપર બંદર ના મજૂરોમાં હોય સ્થાનિક લેવલ થી લઈ રાજ્યમાં જ્યાપણ શેરડી નું વાવેતર થાય છે ત્યાં અહીંના મજૂરોને લઈ જવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ