ભાવનગર નજીક બાઇક અને કાર અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત

કાર ચાલક સામે ફરિયાદ

ભાવનગર – સોમનાથ હાઈવે પર બુધેલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘોઘાના યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘામાં રહેતા ભરતભાઈ બેબાભાઈ સોલંકી એમનું મોટરસાયકલ નંબર જીજે-04-એફબી-4319 લઈને વાળુકડ ગામે સોલર પેનલ ફિટ કરવા માટે ગયા હતા.
સોલર પેનલ ફિટ કરવાનું કામ પૂર્ણ કરી પરત પોતાને ગામ ઘોઘા આવતા હતા તે દરમિયાન ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલ બુધેલ નજીક સામેથી આવી રહેલ કાર નંબર જીજે-04-ઇએ-8008ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા યુવાનને ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મુકેશભાઈએ કાર ચાલક વિરૃધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ