પીએમ મોદીના શબ્દોને સંપુર્ણ માન તળાજા યાર્ડના નવા સુકાનીઓનો નવુ વાહન ન લઇ ખેડુતો માટે વિશાળ શેડ બનાવવાનો નિર્ણય

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડના નવાસુકાનીઓની બીજી બેઠક મળી હતી. પ્રથમ બેઠક માત્ર બજેટને અનુલક્ષીનેજ હતી.બીજી બેઠકમા નવાસુકાનીઓએ યાર્ડના રૂપિયાનો કરકસર થી ઉપયોગ કરવો.જેથી વાહન ઘરનું વસાવવા ની સાથે ખુલ્લી પડેલ વિશાળ જગ્યામાં શેડ બનાવવા નો નિણર્ય સર્વાનુમતે લેવાયો છે.
કરોડો રૂપિયા નું ટર્નઓવર, શેષફી સહિતની આવક ધરાવતા ભાજપ શાશીત તળાજા માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ વડાપ્રધાનના શબ્દોનું અક્ષરશ: પાલન કર્યુંછે.સત્તાધીશોને વાહનની સુવિધા મળે છે. યાર્ડના કામ માટે બહાર જવા માટે તેના માટે યાર્ડ સત્તાધીશો દ્વારા અગાઉ નવું વાહન વસાવવા માટે વિચારણા થઈ હતી. પરંતુ કરકસરના ભાગ રૂપે યાર્ડ એ નવું વાહન નહિ વિકસાવવાનો નિણર્ય લીધો છે. સાથે યાર્ડની 12 વીઘા જગ્યા જે ખુલ્લી પડી છે જેમાં માવઠા વરસાદ વાવાઝોડા સમયે ખેડૂતોનો માલને નુકશાની ન જાય તે માટે વિશાળ શેડ બનાવવા સાથે આંતરિક રસ્તાઓ બનાવવાનો નિણર્ય લેવામા આવ્યો છે. એ ઉપરાંત હાલ અનાજ કપાસના જે શેડ છે તે શેડની હાઈટ વધુ ઉંચી હોવાના કારણે ભારે વરસાદ સમયે અહીં મૂકવામાં આવેલ જણસને નુકશાન થતું હોય તે તમામ શેડનીં સાથે બીજો શેડ ઉભો કરવામાં આવશે. જેથી વરસાદ અને તડકાની ચિંતા દૂર થશે.
સેક્રેટરી અજિતભાઈ પરમારએ જણાવ્યું હતુ કે યાર્ડની હાલની કામગીરી આગામી સમયમાં સંપૂર્ણપણે કોમ્પ્યુટરરાઈઝ થશે. વાહનોનો ગેઇટપાસથી લઈ તમામ બાબતો કોમ્પ્યુટરરાઈઝ થવાના કારણે વાહન ધારકો,ખેડૂતો, વેપારીઓ અને યાર્ડને ઘણી સરળતા રહશે.

રિલેટેડ ન્યૂઝ