ભાવનગર એલસીબી પોલીસે વાહનચોરી અને ઘરફોડ ચોરીના ચાર ગુના ઉકેલી એક શખ્સને રૂ.2.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે વલ્લભીપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીની ઇકો કાર, રોકડ રકમ અને પાન-મસાલા સહિત કુલ રૂ. 2,88,798/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અને ભાવનગરના શિહોર, વલ્લભીપુર તેમજ અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સાણંદ પંથકમાં થયેલી વાહન ચોરી અને દુકાનોના તાળા તૂટવાના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર રેન્જ આઇ.જી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલ કડક સૂચના અન્વયે, કઈઇના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વલ્લભીપુર પાંજરાપોળ અને બજરંગ ચોકડી પાસે એક ઇસમ સફેદ કલરની ઇકો કાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નુરમહંમદ શાહ (ઉ.વ. 22, રહે. અંબરનાથ વેસ્ટ, થાણે, મહારાષ્ટ્ર, મૂળ ઉત્તર પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. કારના કાગળો કે બિલ માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે શંકાસ્પદ મિલકત તરીકે કાર કબ્જે કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ તેના અન્ય બે સાગરીતો જગદિશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ ( રહે. નડીયાદ) અને સીરાજ નુરમહંમદ શાહ (રહે. થાણે, મહારાષ્ટ્ર) સાથે મળીને આચરેલી ચોરીઓની કબૂલાત કરી હતી. આરોપીઓએ બે મહિના પહેલા શિહોરમાંથી ઇકો કાર ચોરી કરી, વલ્લભીપુર હાઇવે પરની એક દુકાનમાંથી પાન-મસાલા અને રોકડની ચોરી કરી હતી. ત્યારબાદ 15 દિવસ પહેલા બાવળા-નળ સરોવર રોડ પર આવેલી પાન-મસાલાની દુકાનના તાળા તોડ્યા હતા, અને બે દિવસ પહેલા સાણંદમાંથી બીજી ઇકો કાર ચોરી કરી ફરી એ જ બાવળાવાળી દુકાનને બીજી વાર નિશાન બનાવી ચોરી આચરી હતી. આ ટોળકી રાત્રીના સમયે વાહન ચોરી કરી, તે જ વાહનનો ઉપયોગ કરી પાન-મસાલાની દુકાનોને નિશાન બનાવવાની ખાસ મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી. પકડાયેલ આરોપી સલમાન અગાઉ વલસાડના ડુંગરા પોલીસ મથકે પણ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.
પોલીસે આરોપી પાસેથી મારૂતિ સુઝીકી ઇકો કાર (નંબર ૠઉં-38-ઇઅ-3426), રોકડ રૂપિયા 82,770/-, વિમલ પાન મસાલા-તમાકુના પેકેટ્સ, એક મોબાઇલ ફોન અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કુલ રૂ. 2,88,798/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર કઈઇએ પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા અન્ય બે આરોપીઓ જગદિશ ઉર્ફે જીગો અને સીરાજ શાહને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કામગીરી કઈઇના પી.એસ.આઇ. આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ