ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજના ના બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં અચાનક સ્લેબનો મોટો ભાગ (ગાબડું) ધડાકાભેર તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત સમયે પાર્કિંગમાં ઉભેલા આશરે ચાર પૈકી બે વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની વિગત મુજબ ભાવનગર શહેરના સુભાષનગર આવાસ યોજનાના ’બ્લોક-બી’ ના ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં જ્યારે કેટલાક સ્થાનિક રહીશો સામાન્ય વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ ઉપરથી સિમેન્ટ-કોંક્રિટનો આખો સ્લેબ લોખંડના સળિયા દેખાઈ જાય તે હદે નીચે ખાબક્યો હતો. આ સમગ્ર કાળઝાળ દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવી (ઈઈઝટ) કેમેરામાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે સ્લેબ પડતાં જ લોકોમાં જીવ બચાવવા માટે ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકલ લોકોએ આક્ષેપ કર્યો છે કે આ આવાસોના બાંધકામમાં તદ્દન હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. રહીશોએ તંત્ર સામે કડક આક્રોશ વ્યક્ત કરતા માગણી કરી છે કે, જવાબદારો સામે તાકીદે પગલાં લેવામાં આવે અને બિલ્ડિંગનું વહેલી તકે યોગ્ય સમારકામ (રિપેરિંગ) કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
રિલેટેડ ન્યૂઝ
-
માર્કેટિંગ યાર્ડમાં આવતી ખેત જણસ પર પણ અસર વર્તાઈ
ડીઝલની અછતને લઈ તળાજાના ખેડૂતો, વેપારીઓ, મજૂરોના ખિસ્સામાં પણ અછત વર્તાવવા લાગી ડીઝલ પેટ્રોલ ના ભાવમાં... -
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોક લાધવાની થઈ નિમણૂંક
ઉપપ્રમુખ પદે સુજાનસિંહ ગોહિલ અને કારોબારી ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને... -
ભાવનગરના ડો.માનસીબેન ત્રિવેદી ઇન્દોરમાં ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત
બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની ભૂમિ ઇન્દોરના અહિલ્યા પરિસરમાં તા. 19 અને 20 મે, 2026...
