ભાવનગરની આશાસ્પદ નેશનલ ખેલાડીનું રિક્ષા અકસ્માતમાં મોત

યુનિ. કબડી ટીમની કેપ્ટન હતી

કબડીની રાષ્ટ્રીય કક્ષાની ભાવનગરની આશાસ્પદ ખેલાડીનું રીણા અકસ્માતમાં કરૂણ મોત નિપજયું હતું. આ સમાચાર મળતા ભાવનગર રમતવીરોમાં ભારે શોક છવાયો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગરની આશાસ્પદ ખેલાડી, કબડીની નેશનલ પ્લેયર ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ માં બીએ નો અભ્યાસ પૂર્ણ કરી તાજેતરમાં જ બીપીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પોતાના અભ્યાસ દરમિયાન નંદકુવરબા કોલેજની સતત ત્રણ વર્ષ સુધી કબડી ટીમની કેપ્ટન રહી કોલેજને ચેમ્પિયન બનાવી હતી. સતત યુનિવર્સિટીનો કબડી ટીમનું પ્રતિનિધિત્વ કરી નેશનલ લેવલે પણ ભાવનગરનું નામ રોશન કર્યું હતું ફેડરેશનની ટીમમાં પણ અનેકવાર પસંદગી પામી ભાવનગરનું નામ સમગ્ર ગુજરાત અને ભારતમાં રોશન કર્યું હતું. એક વ્યવહારિક કામ પૂર્ણ કરી હિંમતનગર ખાતે રોડ એકસીડન્ટમાં એટલે કે સવારી દરમિયાન રીક્ષા પલટી જતા ઘટના સ્થળે તેનું મોત થયું હતું . આ સમાચાર મળતા જ તેના સાથી ખેલાડીઓ અને વર્તમાન કબડીના ખેલાડીઓ ભાંગી પડ્યા હતા સમાચાર મળતા જ નંદકુવરબા મહિલા કોલેજના શૈલેન્દ્રસિંહ ગોહિલ કોલેજના પીટીઆઈ કમલેશભાઈ ડોડીયા ભરતભાઈ મકવાણા પારુલ બેન મકવાણા કબડી કોચ અક્ષય નાંદવા અને કબડી એસોસિયેશનના સભ્યો તાત્કાલિક શાહિસ્તા પઠાણના ઘરે પહોંચીને તેમના પરિવારને સાંત્વના આપી હતી.

રિલેટેડ ન્યૂઝ