દિલ્હી ખાતે યોજાયેલ જયોતિષ સમારોહમાં અનેક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ
પરંપરાગત નવમી પેઢીનો જયોતિષ વિદ્યાનો વારસો ધરાવનાર આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત રાજજયોતિષી ડો. મહેન્દ્રકુમાર પંડયાને ભારત તથા રશિયા, યુકે, ફ્રાન્સ, બેલ્જીયમ, ફિન્લેન્ડ, બેલ્જીયમ તથા યુરોપના દેશોમાં તેમના દ્વારા કરવામાં આવેલા ભારતીય વૈદિક જયોતિષના પ્રચાર, પ્રસાર, પુનરોધ્ધાર તેમજ સંશોધનની નોંધપાત્ર પ્રવૃત્તિઓ બદલ ઈન્ડીયન વૈદિક સાયન્સ એકેડેમીના ઉપક્રમે ન્યુ દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય જયોતિષ સમારોહમાં જયોતિષ મહામહોપાઘ્યાય (લાઈફ ટાઈમ એચીવમેન્ટ) સર્વોચ્ચ માનદ્ પદવીની એનાયત કરવામાં આવેલ છે. પોતાની તેજસ્વી કારકિર્દી દરમ્યાન ડો.મહેન્દ્રકુમાર પંડયાએ પોતાના જયોતિષવિદ્યાના તલસ્પર્શી જ્ઞાન તથા બહોળા અનુભવો બદલ આ પહેલા પણ ભારતના અગ્રગણ્ય જયોતિષ સંસ્થાનો તરફથી જયોતિષ-સમ્રાટ (રાજકોટ), જયોતિષ ભાસ્કર (અમદાવાદ), દૈવજ્ઞ ભૂષણ (વડોદરા) દેવજ્ઞવાચસ્પતિ (ન્યુ દિલ્હી), જયોતિષ મણિ તથા દિવ્ય જયોતિષ પરાગ (વારાણસી), જયોતિષ-આચાર્ય (ઉજ્જૈન), હોરારત્નમ્ (અર્નાકુલમ), જયોતિષ સરસ્વતી (રામેશ્વરમ્), જયોતિષભૂષણ (દ્વારકા), જયોતિષ ત્રિગુણાચાર્ય (જમ્મુ-કાશ્મીર) તથા જયોતિષ રત્નાકરની માનદ્ પદવીઓ, એવોર્ડ ઉપરાંત સુવર્ણચન્દ્રક પણ પ્રાપ્ત કરેલ છે. ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં (શ્રીલંકા) ઈન્ડીયન એસ્ટ્રોલોજી ના વિષય ઉપર તેમણે કરેલ પીએચ.ડી.(ડોક્ટરેટ) પદવી તેમની મુખ્ય ઉપલબ્ધિ છે. શુભમ્ એસ્ટ્રો. ની જવાબદારીઓ તેમના પુત્ર ડો. આશિષ પંડયા (મુંબઈ) એ સંભાળી લીધેલ છે.
