ટમેટામાં લાલચોળ તેજી: કેરીના ઇજારેદારોમાં ખુશી
ભાવનગર જિલ્લાની તળાજા શાકમાર્કેટમાં અને કેરીની હોલસેલ પીઠના જે ભાવ સામે આવ્યાછે તે ચોંકાવનારા આવ્યાછે.કેરી,કાંદા અને ટમેટાએ છેલ્લા ત્રણેક દિવસમા ભાવમાં હરીફાઈ કરીહોય તેવું લાગીરહ્યું છે.આર્થિક રીતે સામાન્ય પરિવારો ને આ ત્રણેય વસ્તુઓ હવે બે-પાંચ કિલો એકીસાથે ખરીદી કરવી પોસાય તેમનથી.તેમાંય કેરી કરતા ટમેટા ના ભાવ તળાજા શાક માર્કેટમાં વધુ બોલાઇ રહયા છે.
ડુંગળી ના સંગ્રહખોરોએ કાળા બજાર શરૂકર્યા છે.ત્યારે આગામી સમયમાં ભીમ અગિયારસ ના દિવસે ખાસ દીકરીને મોસાળમા તેડાવીને કેરી પુરી નું જમણ પીરસવાની પરંપરાછે.ભીમ અગિયારસ ના દિવસે ઉપવાસ હોય સાથે કેરીખાવા નું ખાસ મહત્વ આપવામાં આવતું હોય આ દિવસે કેરીનું વેચાણ દરોજ કરતા પાંચગણું વધીજાય છે.તેના માટે હોલસેલ વેપારીઓ પાંચ-દસ દિવસ અગાઉ પીઠમાંથી કેરીખરીદી કરીને પકવવાની તૈયારી કરીદેતા હોય છે.
આમતો આખી સિઝન સારીકેરીના ભાવ મણદીઠ 1400 થી વધારે જ રહ્યાછે. પરંતુ છેલ્લા પાંચેક દિવસ દરમિયાન રૂ.1250 આસપાસ બોલાયા બાદ બેજ દિવસમાં મણદીઠ રૂ.400 થી વધુનો ઉછાળો આવ્યોછે.આમતો આંબાના ઇજારો રાખનાર અથવાતો ખેડૂતોને આખી સિઝન ભાવને લઈ સરેરાશ સારીરહી.તળાજા પીઠમા દાણોપડી ગયેલ કાચીકેરી ના મળેલા ભાવને લઈ ખેડૂતોના ચહેરાપર ખુશીજોવા મળીછે.
આજે તળાજા પીઠમાં સારીકેરી હોલસેલના ભાવ મણદીઠ રૂ.1650 જેટલા હરાજીમા બોલાયા.હજુ આગામી દિવસોમા ભાવવધે તેવી શકયતા દર્શાવાઇ રહીછે.અચાનક ભાવમાં ઉછાળો આવવાના કારણમાં સુરતમાં કેરીનો સ્ટોક ખાલીથઈ જતા ત્યાંના વેપારીઓ અહીંછેક ખરીદી કરવા આવીરહ્યા છે.આજે સુરત ભાવનગર પાલીતાણા સહિતના વેપારીઓ તળાજા ખરીદી કરવા આવ્યા હતા.કેરીના વેપાર સાથે સંકળાયેલા હસનભાઈ ઉચડિયા એ જણાવ્યું હતુ કે તળાજા ની બજારમાં ભીમ અગિયારસ ના દિવસે કેરીની અછત વર્તાશે.ભાવ વધશે.
બીજી તરફ ટમેટા ના ભાવમા લાલચોળ તેજી નીકળીછે.આજે શાક માર્કેટમાં ટમેટા 500 ગ્રામના રૂ.50 ના ભાવે વેચાતાહતા.કેરી કરતા ટમેટા મોંઘાથવા લાગ્યાછે.ડુંગળી ના ભાવ હજુ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
