ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભા

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેના ગૌરવવંતા 82 વર્ષ પૂર્ણ કરી 83 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તે પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સાધારણ સભા ચેમ્બર સભા હોલ ખાતે યોજવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના માનદ્ મંત્રી બૈજુભાઈ મહેતાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે આઝાદી પહેલા એટલે કે 1943માં સ્થપાયેલ આ ચેમ્બર આજ રોજ 82 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 83 માં વર્ષમાં પ્રવેશ કરે છે તે વેપાર-ઉદ્યોગ જગત અને સમગ્ર નાગરિકો માટે ગૌરવનો પ્રસંગ છે. બૈજુભાઈ મેહતાએ ગત 82મી વાર્ષિક સાધારણ સભાની મિનીટ્સ તથા વર્ષ દરમીયાન થયેલ કામગીરીનું વાંચન કરી આ અંગે સૌ સભ્યશ્રીઓને માહિતગાર કરેલ.
આ વાર્ષિક સાધારણ સભા પ્રસંગે વર્ષ 2026-28 માટે નવ નિયુક્ત પ્રમુખશ્રી તેજસભાઈ શેઠ અને ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા એ પદ ગ્રહણ કરેલ.
નવ નિયુક્ત પ્રમુખ તેજસભાઈ શેઠએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર ચેમ્બર માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભાવનગર અને સમગ્ર પ્રદેશના વેપાર-ઉદ્યોગ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતું એક મજબૂત મહાજન છે. વર્ષો સુધી અનેક આગેવાનો અને વડીલોના માર્ગદર્શન હેઠળ ચેમ્બરે જે પ્રતિષ્ઠા, માન અને વિશ્વાસનિયતા પ્રાપ્ત કરી છે, તેને વધુ ઊંચાઈએ લઇ જવાનો હું અને મારી ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરીશું. વધુમાં તેઓએ જણાવેલ કે ભાવનગર જીલ્લા પાસે વિશાળ કોસ્ટલ એરિયા અને કુદરતી સંપતી છે જે આ જીલ્લાની સૌથી મોટી તાકાત છે. ભાવનગર શહેર અને જીલ્લાના અનેક ઉદ્યોગોએ દેશ અને દુનિયામાં ખ્યાતી પ્રાપ્ત કરી છે. હજૂ પણ ભાવનગર પાસે ઘણી ઔદ્યોગિક તકો છે. જેવીકે શીપ બિલ્ડીંગ, ટુરીઝમ, રીન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગ વગેરેનો સમાવેશ થાય છે અને ભવિષ્યમાં સ્ટીલ પ્લાન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સની સ્થાપના માટે સાનુકુળ સંજોગો છે.

રિલેટેડ ન્યૂઝ