બિલ વગરના અનાજના જથ્થા સાથે 3.44 લાખનો મુદ્દામાલ નાગેશ્રી પાસેથી ઝડપાયો

ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી. અસારી તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા, રાજુલા વિભાગના માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીલ આધાર પુરાવા વગર ચીજ વસ્તુ રાખતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત નાગેશ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ગળચરની સૂચના મુજબ નાગેશ્રી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નાગેશ્રી ટોલનાકા પાસેથી એક બોલેરો પીક-અપમાં બીલ આધાર પુરાવા વગરના ઘઉં-ચોખા અનાજ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી ઉવેશ હનીફભાઈ કાળવતર, ઉં.વ. 22, ધંધો ડ્રાઇવિંગ, રહે. મહુવા , જી. ભાવનગર પાસેથી મહીંદ્રા કંપનીની બોલેરો પીક-અપ જેના રજી. નં. ૠઉં04અઠ8219 કિં.રૂ. 3,00,000, ઘઉં 637 કિ.ગ્રા. કિં.રૂ. 9,550 તથા ચોખા 1740 કિ.ગ્રા. કિં.રૂ. 34,820 મળી કુલ કિં.રૂ. 3,44,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અંગે બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઇ) તથા 106 મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ગળચર તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં

રિલેટેડ ન્યૂઝ