ભાવનગરના શેળાવદર ગામે મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત

બનાવ હત્યામાં પરિણમ્યો : 10 દિવસ પહેલા હુમલો થયો હતો

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળના શેળાવદર ગામે આજથી 10 દિવસ પહેલા બનેલ રમેશભાઈ ધનાભાઈ જાદવ ઉં. વ. 50 પર જાનથી મારી નાંખવાની કોશિષના ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.જેમાં ગીગાભાઈ કથડભાઈ ભમ્મર ઉ.વ.40 રહે. પાદરી (ભમ્મર) તા. તળાજા જી. ભાવનગર, ધનાભાઈ ભીખાભાઈ કામળીયા ઉ.વ.26 રહે. પાદરી (ભમ્મર) તા. તળાજા જી. ભાવનગર, રામભાઈ પાતાભાઈ ભમ્મર ઉ.વ.30 રહે. મોટા ઘાણા તા. તળાજા જી. ભાવનગર, રામભાઈ માણસુરભાઈ કાગ ઉ.વ.34 રહે. સાલોલી તા. મહુવા જી. ભાવનગર, ગુલાબસિંહ ઝીણકુભા સરવૈયા ઉ.વ.52 રહે. શેળાવદર તા. તળાજા જી. ભાવનગર, રામભાઈ ગીગાભાઈ ભમ્મર ઉ.વ.43 રહે. પાદરી (ભમ્મર) તા. તળાજા જી. ભાવનગર તમામ વિરૂદ્ધ દાઠા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકનું આજરોજ મોત થતા હત્યાની કલમનો ઉમેરો થયો છે.

રિલેટેડ ન્યૂઝ