ભાવનગરમાં મહિલા કોલેજ નજીક એકટીવા હડફેટે વૃદ્ધનું મોત

ઘોઘાના તળાવમાં યુવાન ડુબ્યો

ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક બ્લડ બેન્ક પાસે રોડની સાઈડમાં ઉભેલા 79 વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આવેલી એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય એક રાહદારીને પણ ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના હુડકો આનંદનગર વિસ્તારમાં રહેતા દેશળસિંહ પરમાર (ઉ.વ. 79) મહિલા કોલેજ સર્કલ પાસે આવેલી બ્લડ બેન્ક નજીક રોડની સાઈડમાં ઉભા હતા. તે દરમિયાન દીપક ચોક તરફથી આવેલી ૠઉં-04-ઉખ-3684 નંબરની સફેદ એક્ટિવા પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી હતી. એક્ટિવા ચાલકે પહેલાં દેશળસિંહ પરમારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ નજીકમાં રહેલા રોહિતભાઈ પ્રભુભાઈ રાઠોડને પણ અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ આસપાસના લોકોએ 108 મારફતે દેશળસિંહ પરમારને સર ટી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે રોહિતભાઈને પગ અને હાથમાં ઈજા પહોંચતાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના પુત્ર દિલીપસિંહ પરમારની ફરિયાદના આધારે પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘોઘાના તળાવમાં યુવાન ડુબી ગયો
ઘોઘાના તળાવમાં યુવાન ઊંડા પાણીમાં ડૂબી જતા એન ડી આર એફ ની ટીમ દ્વારા શોધખોર હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘા ગામે આવેલ સદ તળાવ ખાતે અબ્દુલ તવાબ યાસીન શેખ (ઉં.વર્ષ 22, રહે. મચ્છી વાળા ઘોઘા) ભેંસો લેવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હોવાની જાણ સ્થાનિકો દ્વારા તંત્રને કરવામાં આવી હતી. જેમાં હાલ ગઉછઋની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવ બનતા ગ્રામજનો મદદ માટે ઉમટી પડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ