પાલીતાણા રૂરલ પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાડેજા તથા પીએસઆઈ ડી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વી.એમ. મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ હનુભાઈ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પાલીતાણા તાલુકાના માયધાર ગામ ખાતેથી ચંદુભાઈ લાખાભાઈ ડાભી (ઉં.વ.37, રહે. ગરાજીયા, તા. પાલીતાણા)ને ઝડપી લીધો હતો.
પોલીસે તલાશી લેતાં તેની પાસેથી રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કીની (હરિયાણા પાસિંગ) 750 એમ.એલ.ની 96 બોટલ (કિંમત રૂ. 49,920/-), એક અલ્ટો કાર (રજી. નં. ૠઉં 04 અખ 9453, કિંમત રૂ. 2,00,000/-) અને એક નોકિયા કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 1,000/-) મળી કુલ રૂ. 2,50,920/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ દરોડા દરમિયાન તળાજા તાલુકાના ટીમાણા ગામનો અનિલ નામનો શખ્સ હાજર નહીં મળી આવતાં તેને પકડવા ઉપર બાકી દર્શાવાયો છે. પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં આઈ.સી. પીઆઈ એમ.બી. જાડેજા, પીએસઆઈ ડી.આર. રાણા, હેડ કોન્સ. વી.એમ. મકવાણા, હેડ કોન્સ. જે.જી. ભંડારી તથા પો.કોન્સ. હનુભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
