ભાવનગર રેન્જ આઈજીએ ત્રણ જિલ્લાના એસપી સાથે બેઠક યોજી

ભાવનગર પોલીસબેડાને હચમચાવી દેનાર અને રાજ્યભરમાં ચકચાર મચાવનાર નકલી દારૂ કાંડ ની હાલ ચાલી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસના ધમધમાટ વચ્ચે ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભાવનગર વિભાગ, ભાવનગરની કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગર રેન્જમાં સમાવિષ્ટ ભાવનગર, અમરેલી તેમજ બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સંદર્ભે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે સખત કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત અમરેલી તેમજ બોટાદ શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ