ભાવનગર નેશનલ હાઈ-વે પરથી વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અને બૂટલેગરો પર કડક નજર રાખવા માટે પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી (ભાવનગર રેન્જ) તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) ના પોલીસ ઈન્સપેક્ટર એચ.બી. ચૌહાણ તથા પોલીસ સબ ઈન્સપેક્ટર આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા, વી.બી. ચૌધરી સહિતના સ્ટાફે સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
આ પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના માણસો જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં હતા ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવી રહેલી ’ખોડલ રાજ ટ્રાવેલ્સ’ બસમાં કેટલાક ઈસમો પોતાના થેલામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ લઈને આવી રહ્યા છે. આ ઈસમો અમદાવાદ-ભાવનગર નેશનલ હાઈ-વે પર આવેલા ભડભીડ ટોલનાકા પાસે ઉતરીને ભાવનગર શહેર તરફ જવાની ફિરાકમાં છે. ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે તાત્કાલિક ભડભીડ ટોલનાકા ખાતે પહોંચીને વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન બાતમીવાળી બસ આવી પહોંચતાં જ તેમાંથી નીચે ઉતરેલા બે શંકાસ્પદ ઈસમોને પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી લીધા હતા. પોલીસ ટીમે તેઓની પાસે રહેલા કુલ 04 થેલાઓની તલાશી લેતાં તેમાંથી ’ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી’નું લખાણ ધરાવતી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કંપની સીલપેક પ્લાસ્ટિક બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ-252 તથા બિયર ટીન નંગ-48 (કિંમત રૂ. 44,770/-) અને રૂ. 20,000ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 64,770/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં (1) ઈરફાનભાઈ અયુબભાઈ મહેતર (ઉંમર વર્ષ 42, ધંધો-ડ્રાઈવિંગ, રહે. એચ.પી. પેટ્રોલપંપની સામે, જલારામ સોસાયટી, પાલીતાણા રોડ, ભાવનગર) અને (2) સોહનભાઈ કુમારભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 26, ધંધો-રી.ડ્રા, રહે. મુન્નાભાઈ જાહીદભાઈ સૈયદના મકાનમાં ભાડેથી, પરિમલ સોસાયટી, પાલીતાણા, જી. ભાવનગર) નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી બાદ ભાવનગરના વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી કઈઇ ઙઈં એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઙજઈં આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા, વી.બી. ચૌધરી તથા સ્ટાફના જગદિશભાઈ સાંગા, જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, રાજુભાઈ વાઘેલા અને નીલેશભાઈ જોશી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ