અડફેટે ચડયા બાદ ક્ધટેનરના તોતીંગ વ્હીલ નીચે ચગદાઇ ગયો
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો મનોજભાઈ નામનો યુવક પોતાનું બાઇક લઇને કુંભારવાડા નારી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. એવામાં બાઇક અને ક્ધટેનર વચ્ચે ધડાકાભેર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મનોજભાઈ બાઇક પરથી ફંગોળાઇને ક્ધટેનરના વ્હીલ નીચે આવી ગયા હતા અને વ્હીલ ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
આ ગમખ્વાર અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
