અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠાનું ઉત્પાદન અને ખેત મજુરી : જીએસસીએલે વિક્ટરને વિકાસની નવી ઉડાન આપી : લોકકવિ દુલાભાયા કાગ વિકટરથી જ ટ્રેનમાં બેસી ઉત્તમ રચનાઓ લખતા
ઈતિહાસના પાનાઓ ફેરવીએ તો વિક્ટર ગામ અગાઉ ભાવનગર સ્ટેટમાં આવતું હતું. તે સમયે વિક્ટર બંદર એ ભાવનગર રાજ્યનું એક અત્યંત મહત્વનું વ્યાપારી બંદર હતું. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, ભાવનગરના મહારાજાના સુપ્રસિદ્ધ દિવાન પ્રભાશંકર પટણીનો કાયમી ઉતારો વિક્ટર બંદર ખાતે જ રહેતો હતો. આ એક જ હકીકત પરથી વિક્ટર બંદરની તે સમયની રાજકીય અને વ્યાપારી મહત્વતા સમજી શકાય છે.
ભારતનું ખાનગી ક્ષેત્રમાં સ્થપાયેલું પ્રથમ બંદર તો અમરેલી જિલ્લાનું પીપાવાવ બંદર ગણાય છે જેનું ઉદ્ઘાટન નવેમ્બર 1996 માં થયું હતું, પરંતુ એ બંદરની એકદમ નજીક આવેલા વર્ષો જુના માઈનોર પોર્ટને પીપાવાવે ગ્રહણ લગાડ્યું છે અને એ છે ઐતિહાસિક વિક્ટર બંદર.
આજથી સવાસો વર્ષ પહેલા ભાવનગર સ્ટેટના બ્રિટીશ ઈજનેર રિચાર્ડ પ્રોક્ટર સિમ્સે રાજ્યના દરિયા કિનારાની પહેલી ઓળખ પરખ કરી અને એ કાંઠે બંદર બાંધ્યું હતું. તેઓ ખુબ જ સારા ઈજનેર હતા અને તેમણે ભાવનગર સ્ટેટમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી.
સરકારી દસ્તાવેજ ઉશતિિંશભિં ઈયક્ષતીત ઇંફક્ષમબજ્ઞજ્ઞસ, અળયિહશમાં પણ નોંધ છે કે 17 માર્ચ 1880 ના રોજ ઈંગ્લેન્ડના રાજકુંવર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર કે જેઓ રાણી વિક્ટોરીયાના પુત્ર અને ઈંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જના કાકા હતા, તેમના હાથે આ બંદર ખુલ્લું મુકાવી પોર્ટ આલ્બર્ટ વિક્ટર નામ આપવામાં આવ્યું હતું. આને ખયળજ્ઞશિફહ જ્ઞર અહબયિિં ટશભિં તરીકે નોંધવામાં આવ્યું છે. એમને આ દરિયા કિનારો એટલો વ્હાલો લાગ્યો કે ભાવનગર રાજ્યના નેજા હેઠળ આખી જિંદગી તેમને વિક્ટરમાં પસાર કરી.
વર્ષ 1900 માં દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન પોર્ટ આલ્બર્ટ વિક્ટર બંદર પર રાહત કાર્યોનું આયોજન કરતી વખતે તેઓ કોલેરાનો ભોગ બન્યા અને 31 મે 1900 માં 60 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. તેમના આ વિસ્તાર પ્રત્યેના લગાવને લીધે હાલના વિક્ટર માધ્યમિક શાળાની પાછળ તેમને દફનાવવામાં આવ્યા હતા. ત્યાં ભાવનગર દરબારે આરસપાણા (આરસ પત્થર) પર કોતરણી કરીને તેમનું નામ, કામ ને યાદ કરાવતી માહિતી કોતરી છે જે આજે પણ જોવા મળે છે. ભાવનગર મહારાજે બનાવેલી પીતાંબર પથ્થરની આર્ટ્સ વાળી એન્જિનિયરની કબરો પણ જોવાલાયક છે. દુ:ખની વાત એ છે કે પીપાવાવના વિકાસમાં સરકાર અને પ્રજા રિચાર્ડ સિમ્સને ભૂલી ગઈ છે.
રિચાર્ડ સિમ્સે માત્ર વિક્ટર બંદર જ નહીં, ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને સર પી.પી. સાયન્સ કોલેજ નીલમબાગ અને વિક્ટરના કાંઠે આગબોટ આકારનો વિશાળ રાજમહેલ જે હાલ ચાંચ બંગલો તરીકે ઓળખાય છે તેનું બાંધકામ પણ કરેલું છે.
વિક્ટરનો સંબંધ ગુજરાતની લોકસંસ્કૃતિ સાથે પણ અતૂટ રીતે જોડાયેલો છે. કાગધામના લોકકવિ એવા શ્રી દુલાભાયા કાગ વિક્ટરથી જ રેલવેમાં બેસીને મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં કવિ સંમેલનોમાં જતા હતા. તેઓ રેલવેની મુસાફરી દરમિયાન જ ટ્રેનમાં બેસીને અનેક ઉત્તમ રચનાઓ લખતા હતા, જેનો ઉલ્લેખ આજે પણ ’કાગવાણી’માં જોવા મળે છે. ગામમાં આજે પણ ભાવનગર રાજ્ય વખતના રેલવેના પાટા અને રાજુલાના પ્રખ્યાત પીળા પથ્થરમાંથી બનેલા જોવાલાયક રેલવે ક્વાર્ટરો હયાત છે.
વિક્ટર ગામની હાલની વસ્તી આશરે 3000 ની છે અને કુલ મતદાન 1800 નું છે. ગામના વહીવટની ધુરા હાલના યુવા સરપંચ મહેશભાઈ બાબુભાઈ મકવાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન બાબુભાઈ મકવાણા છે ગામના વિકાસમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાન અને માજી પ્રમુખ બાબુભાઈ મકવાણા તથા જાણીતા અને મળવા જેવા માણસ મહેન્દ્રભાઈ ગઢવીનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે રહેલા મકવાણા હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે.
સમગ્ર પંથકમાં વિક્ટરની ઓળખ આજે ૠઇંઈક તરીકે થાય છે જેના યુનિટ એડ રાવ જે આ વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે વિક્ટર બંદરની આસપાસ હજારો એકર જમીનમાં દરિયાઈ મીઠું પકવવામાં આવે છે. અહીંથી કાચું મીઠું સૂત્રાપાડા ખાતે લઈ જવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રોજગારી મળે છે . આ ઉદ્યોગને કારણે વિક્ટર સહિત આજુબાજુના ગામોના 100 થી વધુ લોકોને સીધી રોજગારી મળી રહી છે. ઉપરાંત ૠઇંઈકના ઈજછ ફંડ માંથી ચાલતી પ્રવૃત્તિઓ થકી આજુબાજુના ગામના 200 લોકોને પણ રોજગારી મળી રહી છે.
વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી વિક્ટર માટે બે મોટા વિકાસ કામો શરૂ થયા છે. પાંચ બંદરથી વિક્ટર સુધી દરિયામાં 90 કરોડના ખર્ચે પુલ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં શરૂ છે અને ૠજઈક દ્વારા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક પ્રવાહી બ્રોમીન ફેક્ટરી તૈયાર થઈ રહી છે જે ૠજઈક યુનિટના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
ૠઇંઈક કંપનીના ઈજછ ફંડ દ્વારા ગામડાઓમાં વૃક્ષારોપણ, નિયમિત આરોગ્ય કેમ્પ, હરતું-ફરતું દવાખાનું અને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા કેસર કેરીના કલમનું વિતરણ કરવામાં આવે છે. આમ ૠઇંઈક ફેક્ટરી ખરા અર્થમાં વિક્ટર ગામ માટે આશીર્વાદરૂપ સાબિત વળી કમલેશ મકવાણા ભાજપના કાર્ય કરશે અને સારું એવું પ્રભુત્વ છે અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો કારભાર પણ સંભાળે છે અને ગામ આખું રાજુલાના પથ્થર થી બાંધેલું છે તે બાંધણી પણ જોવાલાયક છે હજી રેલવેના ક્વાર્ટર પણ અડીખમ રાજુલાના પદ્ધતિ ઊભા છે અને હવે વિક્ટર પોર્ટ પુલ પૂરો થતાં વીટી શરૂ થતા વિક્ટર બંધરેથી માલ દેશ વિદેશમાં સપ્લાય દરિયાઈ મારફત શરૂ થઈ જશે અને લોકોને રોજગારીનો ઉદ્દેશ ડબલ શરૂ થશે ગામમાં તમામ પ્રાથમિક સુવિધા આરોગ્ય પોસ્ટ હાયર સેક્ધડરી બાલ મંદિર આંગણવાડી સખી મંડળ તમામ સુવિધાઓ જિલ્લા પંચાયતના સભ્ય ખૂબ જ મહેનત કરી રહ્યા છે રેખાબેન મકવાણા પરિવાર રાજકીય ક્ષેત્રે વિકાસ ક્ષેત્રે તેમનો વિસ્તારમાં મહત્વનો ફાળો છે સાથે ઉપસરપંચ પણ ખુબ મહત્વનું કામગીરી કરે છે તેમ ગાહા ભાઇએ જણાવ્યું હતુંવિકટર એ રેલવેનું ટેશન હતું તેમાં દુલા કાગ પોતાના ગામ ત્રણ કિલોમીટરથી બેસીને બહાર જાતા અને રેલવેમાં અનેક કવિતાઓ લખી છે તેવો ઉલ્લેખ કાગવાણીમાં છે.
