સૌથી વધુ મત મહિલા ઉમેદવાર કૃપાબા વાળાને મળ્યા: ત્રણ ઉમેદવારની ડિપોઝીટ પણ જશે
ભાવનગર જિલ્લાની તળાજા નાગરિક સહકારી બેંકની ચૂંટણી ઉમેદવારો થી લઈ સભાસદો અને આમ જનતા માટે ખુબજ રસપ્રદ રહી.ગઈકાલે સવારે 8.30 કલાક થી થયેલ મતદાન બાદ મતગણતરી ની પ્રક્રિયા વચ્ચે થતા વિવાદને લઈ મતદાન, મતગણતરી મા જોડાયેલ બેંક સ્ટાફ,ઉમેદવારો અને તેના સમર્થકોને છેક સુધીના પરિણામ સુધી સતત 26 કલાક કામકરવું પડ્યુહતું.આખરે વર્તમાન ડિરેક્ટરોની આખેઆખી પેનલ વિજેતાથઈ હતી.છેલ્લા 25 વર્ષનો સભાસદો નો વિશ્વાસ આજેપણ અકબંધ હોવાનો મતદારો એ ગુપ્ત ફેંસલો આપ્યોછે. ત્રણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ સાચવી શક્યાનથી.બેલેટ મતપત્રો 1339 રદથયા છે.
આ વખતે તળાજા નાગરીક બેંકની ચૂંટણીનો રંગ અને જંગ જુદોહતો.એકમાત્ર અપક્ષ ઉમેદવાર આઈ.કે.વાળા ની ઉમેદવારી, જેનું નિશાન ઉગતો સૂર્ય હતું તેમના હાઈટેક પ્રચાર ના કારણે આખીય ચૂંટણી ઉમેદવારો થી લઈ આમ જનતા સહિત સૌકોઈ માટે ઉત્તેજના સમીબની રહી.6635 મતદારો માંથી 4178 મતદારો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યોહતો.સાંજે 7 કલાક આસપાસ મતગણતરી શરૂ કરવાના પ્રારંભે અને મધ્યરાત્રી બાદ એમ બે વખત બેલેટ પેપર પર લાગેલા સિક્કા ને લઈ વિવાદ થયાહતા.ઉત્તેજિત વાતાવરણ થતા મતગણતરી ને જ્યાંસુધી આગળ મતગણતરી કરવામાટે નો નિણર્ય ન લેવાય ત્યાંસુધી મોકૂફ રાખવી પડતી હોવાના કારણે મોડીરાત્રે પરિણામ આવીજવાની આશાહતી તેના બદલે આજેછેક નવેક વાગે પરીણામ સામે આવ્યુહતું.જેમાં ઉમેદવારો ના નિશાન દિવડા ની સામે ઉગતોસૂર્ય આથમી ગયોહતો ને ચશ્માં ને ઝાંખપ આવીગઈ હતી.
200 કરોડથી વધુનો વાર્ષિક બિઝનેસ અને 158 કરોડની ડિપોઝીટ ધરાવતી બેન્કના સભાસદોએ છેલ્લા 25 વર્ષથી મુકવામાં આવતા વિશ્વાસ આજેપણ અકબંધ હોવાનો સંદેશ આપ્યોહતો.
સૌથીવધુ મત જનરલના મહિલા ઉમેદવાર કૃપાબા વિરભદ્રસિંહ વાળા ને 2184-52.58% મત મળ્યાહતા.તેની સાથેના પેનલના ઉમેદવાર અલ્પાબેન ચંદ્રેશકુમાર સરવૈયા ને 1778 અને હરીફ ઉમેદવાર સોનલબા હરપાલસિંહ ચુડાસમા ને 785-18.79% જ મતો મળતા તેઓની ડિપોઝીટ ડુલથશે.વર્તમાન વિકાસ પેનલના અનુ.જાતિ ના ઉમેદવાર લલિતકુમાર સોંસા ને 1722 અને તેના હરીફ ઉમેદવાર નરશીભાઈ સોલંકી ને માત્ર 18.93% જ મત મળતા તેઓની ડિપોઝીટ જશે.
જનરલમા આવતા ઉમેદવારોને મળેલા મતો યજુવેન્દ્રસિંહ વાળા-1945 ,જીતેન્દ્રસિંહ રાણા-1932, આદિત્યકુમાર ઓઝા-1892, નેતલભાઈ શાહ-1838 ,હરદીપસિંહ વાળા-1821 ,આદિત્યભાઈ પંડ્યા-1808, અશોકભાઈ કુકડીયા-1791, દિપકકુમાર જોષી-1726, સતીશચંદ્ર પંડ્યા-1631, ભાવેશકુમાર જાની-1624, રજનીકાંતભાઈ ભટ્ટ-1617, ,વૈભવભાઈ ઠંઠ -1577, ઇન્દ્રજીતસિંહ વાળા-1391, હરપાલસિંહ ચુડાસમા-876, મિલનકુમાર શાહ-842, કમલેશભાઈ બાલાસરા-227, ઉલ્લેખનીય છેકે સૌથીઓછા મત કમલેશભાઈ ને 5.43% જ મળ્યાહતા. 32% મતો કેન્સલ થયાનહોત તો વિરોધીઓ કરતા 1200 ની લીડહોત: વિરભદ્રસિંહ.
