મૃતક માનસિક બિમાર હોવાનું કારણ
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ નજીક આવેલા ખાર વિસ્તારમાં એક યુવકે પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા
પામી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના અજયવાડી પ્લોટ નં. 13-એ માં રહેતા રાહિલભાઈ પિયુષભાઈ વૈષ્ણવ (ઉં.વ. 28) બપોર બાદ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ એરપોર્ટ ખાર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં પોતાની જાત પર પેટ્રોલ છાંટી આગ ચાંપી આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં જ ઘોઘારોડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં રાહિલભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બિમારીથી પીડાતા હોય અને તેનાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.