ભાવનગર યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે ડો. નિયતીબેન પંડ્યાની UniVision-2047ની પહેલ

વિઝન ડોકયુમેન્ટ કુલપતિ, કુલસચિવ સમક્ષ રજુ કરાયું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સર્વાંગી વિકાસને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સરકાર નિયુક્ત સદસ્યા ડો. નિયતીબેન પંડ્યાએ ‘ UniVision-2047 : વિકસિત વિશ્વવિદ્યાલયથી વિકસિત ભારત’ નામની દીર્ઘકાલીન વિકાસલક્ષી પરિકલ્પના તૈયાર કરી છે.
આ પરિકલ્પનાના પ્રથમ આયામ ‘ C1 : CAMPUS અંતર્ગત યુનિવર્સિટી પરિસરના વિકાસ માટેના 22 સૂચનો ધરાવતું વિઝન ડોક્યુમેન્ટ યુનિવર્સિટીના સત્તામંડળના સદસ્યો સહિત કુલપતિ અને કુલસચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત
2047માંથી પ્રેરણા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભાવનામાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલી આ પરિકલ્પનામાં યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના કુલ 15 અલગ-અલગ આયામો આવરી લેવામાં આવ્યા છે. આગામી તબક્કાઓમાં કોલેજો, વર્ગખંડો, અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક ક્ષમતા, ઉદ્યોગો સાથે જોડાણ, સંશોધન, સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને સામાજિક જવાબદારી જેવા વિષયો પર પણ વિકાસલક્ષી સૂચનો રજૂ કરવામાં આવશે.
ઈ1 કેમ્પસ અંતર્ગત
શું છે સૂચનો?
ઞક્ષશટશતશજ્ઞક્ષ 2047 અંતર્ગત પ્રથમ તબક્કામાં કેમ્પસના કાયાકલ્પ માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં શામળદાસ કોલેજ અને સાયન્સ કોલેજ પાસે આવેલા સર્કલ પર વાઘાવડી રોડ તરફ ભવ્ય પ્રવેશદ્વાર, એને અનુરૂપ કેમ્પસના આંતરિક રસ્તાઓ, સ્વચ્છતા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ કેમ્પસમાં જાહેર પીવાના પાણી અને શૌચાલયોની સુવિધા, બહેનો માટે સુરક્ષિત કેમ્પસ, સરસ્વતી મંદિરની સ્થાપના, વિદ્યાર્થીઓ માટે આરામ અને બેઠક વ્યવસ્થા, હરિયાળી, ઔષધીય વનસ્પતિઓનો ઉછેર, સૌર ઊર્જાનો ઉપયોગ, વરસાદી પાણીના સંચય, કચરા નિકાલ, સાંસ્કૃતિક ઓળખ અને સમગ્ર પરિસરના સુઆયોજિત વિકાસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચનોની સાથે વિકાસની સંભાવનાઓ દર્શાવતાં અઈં જનરેટેડ સંકલ્પનાત્મક ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યાં છે, જેનો અમલ થાય તો યુનિવર્સિટી કેમ્પસની કાયાકલ્પ થઈ શકે છે.
આ અંગે ડો. નિયતીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી માત્ર પદવી આપતી સંસ્થા નથી. અહીંથી તૈયાર થનારા યુવાનો આજના નાગરિકો છે અને એમના દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થવાનો છે. તેથી ખઊંઇઞ નો વિકાસ માત્ર ઇમારતો કે સુવિધાઓ પૂરતો મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. આપણા ભાવનગરની યુનિવર્સિટી આગામી પેઢીઓની જરૂરિયાતોને અનુરૂપ વિકસે, એ ભાવનાથી મેં આ પરિકલ્પના તૈયાર કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઊઈ સદસ્યા તરીકે યુનિવર્સિટીની જરૂરિયાતો અંગે વિચારવું, વિકાસની સંભાવનાઓ ઓળખવી અને વ્યવહારુ સૂચનો યોગ્ય સ્તરે રજૂ કરવા એ મારી ફરજ છે. આ સૂચનો યુનિવર્સિટીના વહીવટી આયોજનમાં ઉપયોગી બને અને શક્ય હોય ત્યાં વર્તમાન કાર્યકાળ દરમિયાન જ તેના ક્રિયાન્વયનની દિશામાં નક્કર કાર્યવાહી શરૂ થાય એવી મારી અપેક્ષા છે. ઞક્ષશટશતશજ્ઞક્ષ-2047 ની મૂળ ભાવના ‘આપણું વિશ્વવિદ્યાલય, આપણી જવાબદારી’એ માત્ર એક સૂત્ર નહીં, પરંતુ સમગ્ર ભાવનગર માટે સામૂહિક કર્તવ્યનો સંકલ્પ બને એવી કલ્પના છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આપણા શહેરનું ગૌરવ છે અને તેના વિકાસની જવાબદારી માત્ર સરકાર કે યુનિવર્સિટીના વહીવટી તંત્રની જ નહીં, પરંતુ આપણા સૌની છે.

રિલેટેડ ન્યૂઝ