કલ્યાણપુરના ચાચલાણા ગામે યુવાને ગળાફાંસો ખાધો

નાવદ્રાના વૃધ્ધનું સર્પદંશથી મોત સૂરજ કરાડીમાં જુગાર રમતા પકડાયા

કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામના મૂળ રહીશ અને હાલ રાણાવાવ ખાતે રહેતા વિજયભાઈ નાનજીભાઈ વાઘેલા નામના 22 વર્ષના યુવાને ગત તારીખ 8 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ અંગેની જાણ મૃતકના પત્ની સંગીતાબેન વિજયભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
નાવદ્રાના વૃદ્ધાનું સર્પદંશથી મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા કડવીબેન ભોલાભાઈ ડુવા નામના 60 વર્ષના વૃદ્ધ મહિલાને તા. 8 ના રોજ ઝેરી સાપએ કરડી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર માલદેભાઈ ડુવાએ સ્થાનિક પોલીસને કરી છે.
સુરજકરાડીમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મીઠાપુર તાબેના સુરજકરાડીની સુપર માર્કેટ પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા હેમરાજ મછુભાઈ મધુડિયા, માણસી દેરાજ ચાનાપા અને બાલુ અભુભાઈ ચાનપાને ઝડપી લઈ, રૂપિયા 2,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ