મોચી જણસારી કાઠીયાવાડી ન્યાત ધર્મશાળા સંચાલીત અખિલ ભારતીય મોચી સમાજ દ્વારા તિર્થભુમિ દ્વારકાના દ્વારકાધિશ સોસાયટી ખાતે મોચી સમાજના તમામ લોકોને સુવિધાયુકત રહેવાની ઉતમ સગવડતા પ્રાપ્ત થાય એ હેતુથી 45 રૂમો વાળા અદ્યયતન અતિથિભવનનુ ઉધ્ધાટન દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીના આર્શિવાદ સાથે તેમના પરમ શિષ્ય પૂ.શ્રી નારાયણાનંદ બ્રહમચારીજીના કરકમલો થી તા.17-05 ને રવિવારના રોજ સવારે 10.00 કલાકે ઉદઘાટીત થનાર છે આ પાવન પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમજ મુખ્ય દાતાશ્રી તથા મુખ્ય આયોજકો ટ્રસ્ટીગણ અને સમાજના આગેવાનો કાર્યકરો વગેરે હાજર રહેશે. સન્માન સમારોહ કાર્યક્રમ સનાતન ધર્મશાળા ખાતે રાખવામાં આવેલ છે. અને ધ્વજાજી પુજન સવારે 7.00 કલાકે ધ્વજાનુ શોભાયાત્રા સવારે 8.00 કલાકે અતિથિભવનથી દ્રારકાધીશ મંદિર સુધી રાખલે છે.
રિલેટેડ ન્યૂઝ
-
દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલર-કાર વચ્ચે અકસ્માત; ચાલકનું મોત
ફરાર ટેમ્પો ટ્રાવેલરની શોધખોળ હાથ ધરતી પોલીસ -
ખેતીની જમીનમાં કુવાના રસ્તા બાબતે પિતરાઈ ભાઈએ યુવાનનું ઢીમઢાળી દીધું
કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામે જમીનના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા એક યુવાનને... -
દ્વારકાનો ભરણ પોષણ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા કરણ દેસુરભાઈ ખેંગારભાઈ નામના 25 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમિલી કોર્ટમાં...
