જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો જૂન માસનો ડ્રો સંપન્ન

દ્વારકાના જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો જૂન માસનો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બુધવારે બ્રહ્મપુરી નંબર 2 માં ધ્વજાજીના યજમાન વૈષ્ણવો, ભક્તો, તીર્થ પુરોહિતો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા અને સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો વિગેરેની ઉપસ્થિતિમાં પારદર્શકતાપૂર્વક સંપન્ન થયો હતો. જ્ઞાતિ સદસ્યો જયદીપભાઈ ઠાકર, ઉમંગભાઈ ઠાકર, દિવ્યાંગભાઈ ઠાકર અને નારણભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા. અગાઉ ડ્રો માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ડ્રો ની આ કાર્યવાહી ધવલભાઈ દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ