ખંભાળિયામાંથી થયેલી કેબલ ચોરી પ્રકરણમાં બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા નજીકના કંચનપુર ગામની સીમમાં બંધ હાલતમાં રહેલી એક ખાનગી કંપનીના એલ્યુમિનિયમ તથા કોપર વાયર સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના ઈન્ચાર્જ ોઅઈમખસઞહપી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એમ.આર. સવસેટા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંચનપુરના બીજલનગર વિસ્તારમાં રહેતા કાદર ઉર્ફે બોદુ મુસાભાઈ કચ્છી નામના 36 વર્ષના શખ્સ દ્વારા ઉપરોક્ત ચોરીનો મુદ્દામાલ પોતાની વાડીએ રાખવામાં આવ્યો હોવાથી આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમ્યાન એલસીબી પોલીસે કાદર ઉર્ફે બોદુ કચ્છી અને આ જ વિસ્તારમાં રહેતા યાસીન ઉર્ફે સદ્દામ અલારખા કચ્છી નામના બે શખ્સોને ઝડપી લઇ, રૂ. 50,250 ની કિંમતનો 247 કિલોગ્રામ કેબલ વાયર તથા રૂ. 5,000 ની કિંમતનો 100 કિલોગ્રામ ભંગાર મળી કુલ રૂપિયા 55,250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ