સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં ફ્રૂટની કીટનું વિતરણ

હાલારના લોકસભાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે બુધવારે ખંભાળિયાના ઉદ્દગમ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના નેજા હેઠળ પ્રમુખ સંજયભાઈ અંબાલીયા તથા ઉપ પ્રમુખ વિમલભાઈ ચાવડાની આગેવાનીમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય અંતર્ગત ખંભાળિયા સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે 150થી વધુ ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફળોના વિતરણ દરમિયાન દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સંવેદનાપૂર્વક મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે આવી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવા તથા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ અંબાલિયા તથા ઉપપ્રમુખ વિમલભાઈ ચાવડા હંમેશા સેવાકીય કાર્યો માટે તત્પર રહે છે અને ફાઉન્ડેશનના કાર્યકરો સાથે મળીને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને સતત આગળ ધપાવી રહ્યા છે.
આ પ્રસંગે ઉદ્દગમ ફાઉન્ડેશનના કાર્યકરો, સંજયભાઈ અંબાલીયા, વિમલભાઈ ચાવડા તથા તેમના ગ્રુપના અશ્વિન કરમુર, ધ્યેય દત્તાણી, ધવલ ગોસ્વામી, મુકેશ કરમુર, દેવ ચાવડા, સાગર ચાવડા, પ્રતિક ચાવડા, દેવ ગાગીયા વિગેરે યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.

રિલેટેડ ન્યૂઝ