ગૌ ભક્ત-શિવભક્ત પબુભા માણેક દ્વારા આ સાલ વરસાદ ઓછો હોવાથી 250 એકર જમીનમાં નેપીયર ઘાસનું વાવેતર

દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના ગૌભક્ત શિવભક્ત ધારાસભ્ય પબુભા માણેક દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દ્વારકા-નાગેશ્ર્વર રોડ પર સ્વ. વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ વિશાળ ડુમમાં આધુનિક સુવિધા સાથેની ગૌશાળા નિર્માણ કરેલ છે. જેમાં હાલ 3000 થી વધુ ગૌમાતાઓ અને 1000 થી વધુ નંદી રહે છે. આ ગૌશાળામાં રહેલ આશરે 4 હજાર જેટલી ગાયો અને નંદીના નિભાવ માટે પબુભાએ આ વર્ષે સાવ સામાન્ય જ વરસાદ પડ્યો હોવાથી આ ગાયો-નંદીને નિભાવવા માટે પોતાની વાચ્છુ ઘાસણવેલ ખાતે આવેલી 250 એકર ખેતીની જમીનાં નેપીયર ઘાસ ઉગાડ્યુ છે. જેના થકી આખુ વર્ષ ચાલે તેટલુ ગાયો નંદીને ઘાસ-ચારો પુરાત પ્રમાણમાં મળી રહે છે. વધુમાં એમ પણ જણાવેલ કે, જરૂર પડ્યતે અન્ય મારી 100 એકર જમીનમાં પણ ગાયોનાકાયમી નિભાવ માટે નેપીયર ઘાસ વાવવાનું મારુ આયોજન છે. તેમજ આવેલ નેપીયર ઘાસ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે 24 કલાક હીટાચી મશીન ચલાવી ચાર સ્થળોએ વિશાળ પાણીના બોર પણ બનાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ