દ્વારકા જિલ્લા કલ્યાણકારી યોજનાઓનો લાભ તાલુકા કક્ષાએથી મળશે

જીરૂ અને બટેટાના પાકમાં જરૂરી કાળજી રાખવા અંગે

ખંભાળિયા તા. 24
ગાંધીનગર નિયામક સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત દિવ્યાંગ અને બાળ કલ્યાણકારી યોજનાઓ જેવી કે દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, ગુજરાત મેન્ટલ ડિસેબલ પેન્શન સ્કીમ, સેરો પોઝીટીવ, પાલક માતાપિતા, દિવ્યાંગ શિષ્યવૃત્તિ, નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે યોજનાઓનો લાભ હાલ જીલ્લા સ્તરેથી મળતો હતો. જે હવે તાલુકા કક્ષાએથી તમામ લાભાર્થી લાભ આપવા પ્રયત્ન કરવામાં આવ્યા છે.
દિવ્યાંગ લાભાર્થી અને બાળ લાભાર્થીને યોજનાકીય માહિતી તેમજ તેમના કામો કરવામાં સહેલાઇ રહે જે હેતુ આ તમામ પ્રકાર કામગીરી તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરી સમાજ સુરક્ષામાં આ તમામ પ્રકારના યોજનાકીય લાભો મેળવવા.
વધુ માહિતી મેળવવા માટે કચેરી સમય દરમિયાન સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકાના હેલ્પ લાઈન નંબર 9104428528 નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જીરૂ અને બટાટાના પાકમાં કાળજી રાખવા માટે જરૂરી પગલા લેવા અંગે યાદી
રાજ્યના કૃષિ ભવનના ખેતી નિયામકની યાદીમાં જણાવાયા મુજબ રાજ્યમાં કમોસમી વારસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલા લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.
જીરૂનો પાક કમોસમી વારસાદ કે માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75 ટકા વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ દસ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75 ટકા વેટેબલ પાવડર, 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5 ટકા ઇસી પાંચ મિલિ દસ લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા કે પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય વધુ વિગત માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- 1800 180 1551 નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ