જામનગરમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનું આગમન રિલાયન્સ ગ્રીન્સમાં પરિવાર સાથે ચાર દિવસનું મીની વેકેશન માણશે

જામનગર ના એર પોર્ટ પર આજે ફરીથી મુંબઈ ઇન્ડિયન્સની ક્રિકેટ ટીમનું આગમન થયું છે, અને આઇપીએલ માં ચાર દિવસનો બ્રેક હોવાથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મહેમાન બની છે, અને રિલાયન્સ ગ્રીન્સમાં પોતાના પરિવાર સાથે મીની વેકેશન માણશે.
મુંબઈ ઈન્ડીયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ઉપરાંત અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા, અને તમામનું એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું, અને તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા છે, અને તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મીની વેકેશન માણશે.

રિલેટેડ ન્યૂઝ