જામનગરનો ઢીંચડા-એરફોર્સ માર્ગ હવે પાંચમી મે સુધી બંધ રાખવા જાહેરનામું લંબાવાયુ

મ્યુનિ. કમિશનરે જાહેરનામું બહાર પાડયુંં
જામનગરમાં ઢીંચડા-એરફોર્સ-1 ગેઈટ સુધીનો માર્ગ ભૂગર્ભ ગટર ની કામગીરી માટે બંધ રાખવાનું મ્યુનિ. કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું જે તા. પ-5-ર4 સુધી લંબાવવામાં આવ્યું છે.
એરફોર્સ-1 મેઈન ગેઈટથી ઢીંચડા તરફ જવાના રસ્તા પર વાયુનગર મેઈન રોડ સુધી ભૂગર્ભ ગટર પાઈપલાઈન નાખવાની કામગીરી માટે તા. 19-ર-ર4 થી તા. 31-3-ર4 સુધી વાહન વ્યવહાર બંધ રાખવા માટે મ્યુનિ. કમિશ્નરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેને તા. પ-5-ર4 સુધી લંબાવવામાં આવ્યું છે.
આમ ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-1 મેઈન ગેટથી ઢીંચડા ગામ તરફ જતાં રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઈ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઈ મારૃતિનંદનની આંતરિક શેરી થઈ બાલાજી પાર્ક-3 મુખ્ય રસ્તા થઈ બાલાજી પાર્ક ર મુખ્ય રસ્તા થઈ બાલાજી પાર્ક-1 મુખ્ય રસ્તા થઈ ડીફેન્સ કોલોની મુખ્ય રસ્તા થઈ દિગ્જામ મિલ તરફ જવાનો રોડ ચાલુ રહેશે.
ઢીંચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-1 મેઈન ગેટથી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઈ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઈ બંસીધર સ્કૂલ કનૈયા પાર્ક થઈ તિરૃપતિ સોસાયટી મેઈન રોડ થઈ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઈ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે. તેમ મ્યુનિ. કમિશનર ની અખબારી યાદી માંરફત જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ