જામનગરમા દસ સપ્તાહ દસ કાર્યક્રમો થકી યોગ માટે કરાઈ અનેક કામગીરી

યોગ થકી સમૃધ્ધ સ્વાસ્થ્ય માટે આયુષ મંત્રાલય ની પહેલ

છેલ્લાં નવ વર્ષથી વિશ્વ સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને સ્વિકૃત કરી સમગ્ર દુનિયાને તેમાં સહભાગી થવા પ્રેરિત કરવામાં આવે છે. આ વર્ષે તેને દસ વર્ષ થવા જઇ રહ્યાં છે ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે ત્યારે તેમાં સૌ કોઇ જોડાય તે ઇચ્છનીય છે.
આજે યોજાયેલ પત્રકાર પરિષદ મા જણાવાયું હતું કે યુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાનના સ્વસ્થ્યવૃત વિભાગ, દ્વારા 100 દિવસ પૂર્વે થી યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી આ સો દિવસ માટે ’યોગ દ્વારા મહિલા સશક્તિકરણ’ની નિર્ધારિત થીમ પર આધારિત વિવિધ પૂર્વગામી કાર્યક્રમો માટે 10 અઠવાડિયા – 10 ઇવેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ – મહિલાઓ માટે વરદાન(સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માટે), માસિક ધર્મની સમસ્યાઓ માટે યોગ શિબિર, ગર્ભાવસ્થા માટે યોગ, મહિલાઓ માટે સૂર્યનમસ્કાર સ્પર્ધ, રજોનિવૃત્તિ માટે યોગ, ગ્રીષ્મ ઋતુના પીણાની સ્પર્ધા, યોગ સોલો ડાન્સ કોમ્પિટિશન, યોગ જાગૃતિ અર્થે પેમ્ફલેટ વિતરણ, આંતરરાષ્ટ્રીય યોગ દિન માટે પ્રોટોકોલ પ્રેક્ટિસ આ પ્રકારના વિવિધ 10 આયોજનોમાં 200 જેટલાં લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને સ્પર્ધાઓના વિજેતાઓને યોગ દિને પુરસ્કૃત કરવામાં આવશે. જામનગર શહેરમાં વિવિધ 7 સ્થળોએ યોગ જાગૃતિ અર્થે 4000 પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા. આ વિવિધ 10 આયોજનોમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ યોગ પ્રત્યે પોતાની અભિરૂચિને ઉજાગર કરી હતી.યોગ એ જીવનનો એક રોજિંદો ભાગ બને અને તેના કારણે લોકોમાં શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય સમૃધ્ધ બને તે હેતુને વધુ બળવત્તર બનાવવા માટે ઇટ્રા કટિબધ્ધ છે અને તે માટે અહીં યોગ વિષય પર અભ્યાસ્ક્રમો તો ચલાવવામાં આવે જ છે ઉપરાંત યોગના વિવિધ વર્ગો પણ ચલાવવામાં આવે છે. અહીં યોગ અને નિસર્ગોપચારની સારવારથી અનેક દરદીઓ તેની તકલીફો માંથી મુક્ત બન્યાં છે.વર્ષ 2024ની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે ત્યારે તેની ઉજવણી આગામી 21 જૂન નિમિતે ધન્વંતરી મેદાન ખાતે ઇટ્રા દ્વારા સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જામનગરની જનતાને જોડાવા સંસ્થાના વડા ઇન્ચાર્જ નિયામક પ્રો. વૈદ્ય બી. જે. પટગીરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

આઇ.ટી.આર.એ. દ્વારા વિવિધ યોગ કોર્ષ શરૂ

સંસ્થાન દ્વારા વિવિધ એક વર્ષના સ્નાતકોત્તર ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે જેમાં 1) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઇન યોગ થેરપી (ઈ.ડી.વાય.ટી.) 2) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઇન નેચર ક્યોર (ઇ.ડી.એન.સી.) 3) પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન (પી.જી.ડી.વાય.એડ.) અને 4) પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નેચરલ થેરેપ્યુટીક્સ (પી.જી.ડી.એન.ટી.) ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024થી શરૂ કરવામાં આવશે અને તેમાં પ્રવેશ મેળવવા સંસ્થની વેબસાઇટ તેમજ રૂબરૂ સંપર્ક કરી શકાશે. આજ ની પત્રકાર પરિષદ મા ડો. બી. જે. પટગીરી ( નિયામક ઇટ્રા), ડો. હિતેશ વ્યાસ ( ડિન રિસર્ચ ) , ડો. જોબન મોઢા ( ડેપ્યુટી ડાયરેક્ટર) અમે ડો. શાલિની મિશ્રા ( સ્વસ્થવૃત વિભાગ) ઉપસ્થીત રહ્યા હતા.


રિલેટેડ ન્યૂઝ