જામનગર જી.એસ.એફ.સી. ખાતે એમોનિયા ગેસ લીકેજ સમયે ઈમરજન્સીમાં બચાવકાર્ય અંગેની મોકડ્રીલ યોજાઈ

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જામનગર જી.એસ.એફ.સી. ખાતે એમોનિયા લીકેજ સમયે ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર બી.કે.પંડયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય ઈન્સીડેન્ટ કમાન્ડર તરીકે આ મોકડ્રીલમાં સહભાગી થયાં હતાં. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ જામનગર, મહાનગરપાલિકાની ફાયર શાખા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ, 108 ઈમરજન્સી સેવા સહિત તમામ સંલગ્ન વિભાગોના સભ્યોએ હાજર રહી પોતાની જઘઙ મુજબની તાકીદની કામગીરી મોકડ્રીલ દરમિયાન પૂર્ણ કરી હતી.
મોકડ્રીલ પૂર્ણ થયા બાદ ડી-બ્રીફ મિટિંગ યોજવામાં આવેલ હતી જેમાં તમામના મંતવ્યો જાણી પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવેલ. ભવિષ્યમાં જો આવી કોઈ આપત્તિ ઉભી થાય ત્યારે વિવિધ વિભાગની શું ફરજ હોય છે.
તેની ચર્ચા કર્યા બાદ આ ડ્રીલમાં સહભાગી થયેલ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી આ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ