જામનગર મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઇટનાં પોલને અડકવું નહી,

જાહેર જનતાજોગ ચેતવણી

જામનગર મ્યુની. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટલાઈટની સુવિધા માટે ઉભા કરવામાં આવતા તમામ સ્ટ્રીટ લાઈટ ના પોલ્સ તથા પાવર ફીડીંગ સેકશન, સુરક્ષા ના તમામ પાસા ની ચકાસણી કરી ચાલુ કરવામાં આવે છે.
પરંતુ, અનઅધિકૃત માણસો દ્વારા બિન અધિકૃત રીતે સ્ટ્રીટ લાઈટ પોલ્સ સાથે ચેડા કરવામાં આવે છે. જેવા કે, પોલ, વાયર ઉપર કપડા સુકવવા, પોલ સાથે ઢોર બાંધવા, પોલ પર હોર્ડિંગ લગાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ થાય છે, તેથી કરંટ લાગવાની અને માનવ/પશુની જાનહાની થવાની સંભાવના રહે છે.
કેટલીક જગ્યાએ અનઅધિકૃત માણસો દ્વારા સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાં થી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન સીસ્ટમ માટે જરૂરી રીલે ફફ્યુઝ, એમ.સી.બી., વગેરે જેવી વસ્તુઓની ચોરી કરીને પાવર ફીડીંગ સેકશનને ગંભીર હાલતમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત વાયરો, જંકશન બોક્સ તેમજ પાવર ફીડીંગ સેક્શનને ખુલ્લા મુકતા હોવાનું માલુમ પડે છે, જે અત્યંત જ ગંભીર બાબત છે.
જામનગર મ્યુની. કોર્પોરેશનનાં સ્ટ્રીટલાઈટનાં પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાં 230/440 વોલ્ટનાં જીવંત પાવર પસાર થતા હોય છે. જેનાથી તેમાં કરંટ લાગવાનો અને જાનહાની થવાની પૂરી સંભાવના છે તેથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જામનગર મ્યુની. કોર્પોરેશનનાં સ્ટ્રીટ લાઈટનાં પોલ્સ તથા પાવર ફીડીંગ સેશનને ચાલુ કે બંધમાં અડકવું નહિ. તેમાંથી બિન અધિકૃત રીતે પાવર લેવી નહિ તથા સ્ટ્રીટ પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન સીસ્ટમ માટે જરૂરી રીલે ફ્યુઝ, એમ.સી.બી. વગેરે જેવી વસ્તુઓની ચોરી કરવી નહિ.
જો કોઈ શખ્સ સ્ટ્રીટ લાઈટ પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાથી ચોરી કરશે કે અડકશે કે બિન અધિકૃત રીતે પાવર લેશે કે સ્ટ્રીટલાઈટનાં પોલ્સ તથા તેના પાવર ફીડીંગ સેક્શન સાથે ઢોર ઢાંખર(પશુ પ્રાણી) બાંધશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા સદર પરીસ્થિતિમાં જો કોઈ જાનહાની કે અન્ય કોઈ પણ પ્રકારનું નુકશાન થશે તો તેની કોઈપણ જાતની જવાબદારી જામનગર મ્યુનિ. કોર્પોરેશનની રહેશે નહિ. તેમ જામનગર મહાનગરપાલિકા નાં કમિશનર તથા સિટી ઇજનેર દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ