જામનગરમાં 1404 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવાયા

2 બ્લોક ના 24 ફ્લેટ આજે તંત્ર દ્વારા ખાલી કરાવાયા પછી પાળતોડ શરૂ

જામનગર મા અંધાશ્રમ નજીક આવેલ ન 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વરસે જૂન-ર0ર3માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટીસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કર્યા ન હતા. જેથી આજે સવારે જેએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને બ્લોક નંબર 72 અને 3 નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં 12-12 ફ્લેટ આવેલા છે, તે પૈકીના 24 ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ત્યાર પછી પાડતોડ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે . જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, અને કેટલાક સ્થાનિક નાગરિકો, કે જેઓ વિરોધ કરી રહ્યા હતા, તેઓને ભારે સમજાવટ પછી આજે સૌ પ્રથમ બે બ્લોક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ 8 જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓના માલ સામાન ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ બની હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. જોકે તેણી હાલ સ્વસ્થ છે. ત્યારબાદ દ્વારા અન્ય ફલેટ ખાલી કરાવવાની પ્રક્રિયા કરવા આવી હતી . હાલમાં સૌપ્રથમ બે અતિ જર્જરીત બ્લોક ખાલી કરાવાયા છે, અને અતિ જર્જરીત હોય તેવા બ્લોક નું ડીમોલેશન શરૂ કરી દેવામા આવ્યું છે. ઉપરાંત ધીમે ધીમે અન્ય બ્લોકમાં રહેવાસીઓ વસવાટ કરતા હશે, તેઓને પણ ક્રમશ: ખાલી કરીને એવા જર્જરીત આવાસોમાંથી લોકોને દૂર કરવા માટેની તંત્રની કવાયત ચાલી રહી છે. આ આવાસના રહેવાસીઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ડિમોલીશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જેથી જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમને પરત ફરવું પડ્યું હતું, અને તમામ કામગીરી રોકી દેવામાં આવી હતી.દરમ્યાન આજે પુન: મનપા ની ટીમ 1404 આવાસ યોજનામાં પહોંચી હતી. અને સૌ પ્રથમ બે બ્લોક નાં 24 ફ્લેટ પૈકી અમુક ફ્લેટ મા વસવાટ ચાલુ હતો તેને ખાલી કરાવી ડીમોલિશાન કામગીરી શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ