જામનગરમાં કૃષ્ણ નગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ગૌ માતા અને શ્ર્વાન માટે લાડવા બનાવાયા

900 કિલો ઘઉં- 300 કિલો ગોળ અને 300 કિલો તેલ મિશ્રિત 1500 કિલો લાડુ બનાવાયા

જામનગર માં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા સતત 20 માં વર્ષે ગૌમાતા અને શ્વાન માટે નું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, અને 1500 કિલો સામગ્રીમાંથી લાડવા તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહયું છે.
જામનગર ના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક કૃષ્ણનગર યુવા ગ્રુપના ભાઈઓ અને મહિલા મંડળના બહેનો સહિતના 50 થી વધુ સભ્યો દ્વારા છેલ્લા 20 વર્ષથી સેવા કાર્ય હાથ ધરાઈ રહ્યું છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જાહેરમાં ફરતી ગૌમાતા તેમજ શ્વાનને ચોમાસા પહેલા પ્રસાદ રૂપે લાડવા ખવડાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જે પરંપરા આ વખતે 20 માં વર્ષે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.
બન્ને ગ્રુપના તમામ સભ્ય દ્વારા 900 કિલોગ્રામ ઘઉં, 300 કિલોગ્રામ ગોળ અને 300 કિલો તેલ વગેરે ના મિશ્રણ સાથે કુલ 1500 કિલો ના લાડુ બનાવવામાં આવ્યા છે, અને તેનું પ્રસાદ રૂપે ગૌમાતા ને તેમજ શ્વાનને વિતરણ કરાઈ રહ્યું છે.
માત્ર કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા બંને સંસ્થાના સભ્યો દ્વારાજ પ્રતિવર્ષ સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. અને જાતે જ ઠેર ઠેર ફરી ને ગૌમાતા અને શ્વાન ને શોધી ને તેનું વિતરણ કરી પ્રેરણાંદાયી સેવા યજ્ઞ હાથ ધરાયો છે

રિલેટેડ ન્યૂઝ